BREAKING NEWS

ધ્રોલના રોજીયા ગામે 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું

  • June 05, 2026 06:17 PM 

ધ્રોલના રોજીયા ગામે 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું
​​​​​​​

ધ્રોલ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગરના ધ્રોલ તાલુકાના રોજીયા ગામે 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય લખધીરસિંહ જાડેજા,  પૂર્વ પ્રમુખ ડી.ડી. જીવાણી, ધ્રોલ તાલુકા વિકાસ અધિકારી સાગરભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા અને સરપંચ ભગીરથસિંહ જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગામના જાહેર સ્થળો પર વૃક્ષો વાવવામાં આવ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી સાગરભાઈએ ગ્રામજનોની આ કામગીરીને બિરદાવી હતી, જ્યારે સરપંચ ભગીરથસિંહે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application