BREAKING NEWS

જામનગરના વોર્ડ નં. ૨ માં ગાયત્રી મંદિર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

  • June 12, 2026 02:27 PM 

જામનગરના વોર્ડ નં. ૨ માં ગાયત્રી મંદિર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જામનગર તા.૧૨, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી તરીકેના જનસેવાના ગૌરવપૂર્ણ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૦૨ માં શ્રી ગાયત્રી મંદિર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી, મહાનુભાવો અને અગ્રણીઓએ ઉત્સાહભેર સહભાગી થઈને છોડવાઓનું રોપણ કર્યું હતું. તેમજ સૌ કોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સદાય સ્વસ્થ રહે અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે તેવી ઈશ્વર ચરણોમાં ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી, વોર્ડ પ્રમુખ અને કોર્પોરેટર રિધિશભાઈ ડેર, કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા, કોર્પોરેટર કમળાબેન મકવાણા તથા કોર્પોરેટર યોગીતાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત વિસ્તારના અગ્રણીઓ કુલદીપસિંહ જાડેજા, વેલજીભાઇ નકુમ, લાખાભાઈ પિંડારિયા, યતિનભાઈ પંડિયા તેમજ વોર્ડ પ્રભારી વિજયસિંહ ગોહિલ, સહદેવભાઇ ડાભી, ગજેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, પ્રગ્નેશભાઇ ભટ્ટ, વર્ષાબેન રાઠોડ અને કેતનસિંહ જાડેજા સહિતના કાર્યકરો અને સ્થાનીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને સૌએ પર્યાવરણ જતનના સંકલ્પ સાથે આ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application