"પાસપોર્ટ વગર પણ યુએસ પ્રવાસ શક્ય, બસ પૈસા હોવા જરૂરી"

  • February 06, 2024 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માનવ તસ્કરોનું નેટવર્ક સરકારી તંત્રની અંદર સુધી ફેલાયેલું ; એરપોર્ટ પર ઈમિગ્રેશન ક્લીયર કરાવવા માટે પણ દલાલો રાખે છે માણસો


યુએસ સુધી પહોંચવા માટે માત્ર પૈસાની જરૂર છે કેમ કે બાકીની સંભાળ તો માનવ તસ્કરો દ્વારા સંચાલિત કોમ્પ્લેક્સ નેટવર્ક દ્વારા લેવામાં આવે છે. નેટવર્ક સાથેના ઓપરેટરો તમામ જરૂરી કડીઓ જોડે છે, બનાવટી પાસપોર્ટ આપવાથી શરૂ કરીને, ચોરેલા અથવા ડુપ્લિકેટ વિઝા સ્ટિકર્સ સુધીની વ્યવસ્થા તેઓ કરે છે. પછી આવે છે કરપ્ટ ઈમિગ્રેશનના રૂપમાં એરપોર્ટ પર 'પુશર્સ' અને 'પુલર્સ' ઓફિસર કે જે ખાતરી કરે છે કે ક્લાયન્ટ કોઈ અડચણ વિના ફ્લાઈટમાં બેસવાથી લઈને સરળતાથી ઈમિગ્રેશન પાસ કરવા સુધીની બાબતો પર નજર રાખે છે. ગુજરાત પોલીસ અને ઈમિગ્રેશન સેવાઓના સૂત્રોએ જણાવ્યું હતું કે અગાઉ ગેરકાયદે ઈમિગ્રેશન માટે 'હમશકલ' પાસ સ્પોર્ટ્સનો ટ્રેન્ડ ઘણો પ્રચલિત હતો, પણ હવે, માનવ તસ્કરો વધુ અદ્યતન અને સજ્જ છે.


પાસપોર્ટના કિસ્સામાં, તેઓ બારકોડ ધરાવતા પહેલા પેજ સાથે છેડછાડ કરે છે. પોલીસ અધિકારીએ કહ્યું, "તેઓ માન્ય પાસપોર્ટના પહેલા પેજને બદલે છે જેમાં તળિયે બારકોડ હોય છે, અને અન્ય એક ખોટા પેજમાં તેમના ક્લાયન્ટની વિગતો શામેલ હોય છે," પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈનો એક કથિત માનવ દાણચોર, જેને 'કેપી' તરીકે ઓળખવામાં આવે છે, જેની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી છે, તેને પાસપોર્ટ બદલાવાની પ્રેક્ટિસનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ત્યાં કોઈ ફૂલપ્રૂફ વેરિફિકેશન પ્રક્રિયા થતી નથી અને માનવ તસ્કરો પાસે સરકારી તંત્રની અંદર તેમના લોકો હોય છે જેનો તેઓ ઉપયોગ કરે છે.


ભૂતકાળમાં, ઇસ્લામાબાદમાં ઇટાલિયન દૂતાવાસમાંથી ચોરાયેલા શેંગેન વિઝા સ્ટીકરોનો ઉપયોગ કરીને ગુજરાતના લોકોને ગેરકાયદેસર મુસાફરી કરાવવામાં આવતી હતી, સ્ત્રોતે ઉમેર્યું હતું કે માનવ દાણચોરો, ડુપ્લિકેટ વિઝામાં ઉપયોગમાં લેવાતા નકલી પેજ પણ બનાવતા હતા. આ પાસપોર્ટ ઘણીવાર અલ્ટ્રાવાયોલેટ લાઈટમાં પણ ઓરીજનલ પાસપોર્ટથી અલગ તારવી શકાતા નથી. ક્લાયન્ટ, જેમને ચોરાયેલા અથવા ડુપ્લિકેટ વિઝા સ્ટીકરો આપવામાં આવે છે, તેઓને યુએસ પહોંચવા પર વિઝા અને પાસપોર્ટને નષ્ટ કરવા સૂચના આપવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News