ગુજરાત રાજ્ય વેરા કમિશનર દ્વારા GSTના 11 અધિકારીઓની બદલી 

  • July 20, 2021 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્ય વેરા કમિશનર દ્વારા GSTના 11 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ભાવનગરમાં બોગસ બિલિંગના કૌભાંડો વધી ગયા છે અને તેમાં અધિકારીઓની સંડોવણીની શંકાએ આ બદલીઓ કરવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડયું છે. જોકે ટ્રાન્સફર ઓર્ડરમાં જાહેર હિતમાં આ બદલી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 


 

ભાવનગરમાં બોગસ બિલિંગના કેસમાં દરોડા પાડવા માટેની ટીમ પહોંચે તે પૂર્વે જ બોગસ બિલિંગ સાથે સંકળાયેલા લોકોને તેમની જાણકારી થઈ ગઈ હતી અને તેઓ રાતો રાત ફરાર થઈ ગયા હતા.‌ જેને લીધે ટોચના અધિકારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી બોગસ સ્પેલિંગ કરવામાં સંડોવાયેલા હોવાની શંકાએ આ અધિકારીઓની બદલી કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 


 

અમુક અધિકારીઓને લીધે બોગસ બિલિંગના કૌભાંડની તપાસને ખાસ સફળતા મળી ન હતી અને મોટા માથા ફરાર થઈ ગયા હતા. ગુજરાત રાજ્ય વેરા કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલ ટ્રાન્સફર ઓર્ડર અનુસાર, ભાવનગરથી એમ.કે.મારુંની અમદાવાદ ખાતે, સાક્ષી ઠક્કરની નડિયાદમાં, એચ.સી હોગીલની જામનગરમાં, કે.બી.ગોહિલની જૂનાગઢમાં, વિભા‌ ત્રિવેદીની મહુવામાં, એન.આર ભટ્ટની અમદાવાદમાં અદલી કરવામાં આવી છે તો અમદાવાદથી એસ.એન.પટેલ, એન જે મહિડા, એન.વી.પટેલ, જૂનાગઢથી ઈના વખાતર, જામનગરથી જે.જે.રાઠોડની ભાવનગર બદલી કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application