રાજ્યના 26 IAS અધિકારીઓની બદલી અને બઢતી, પંકજ કુમાર મુકાયા ગૃહવિભાગમાં

  • June 09, 2021 10:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના કાળમાં આજે 26 આઈએએસ અધિકારીઓની આંતરીક બદલી અને બઢતી કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. આજે થયેલી બદલીમાં પંકજ કુમારને ગૃહ વિભાગમાં મુકવામાં આવ્યા છે જ્યારે મહેસૂલ વિભાગનો હવાલો કમલ દયાનીને સોંપવામાં આવ્યો છે. જ્યારે આરોગ્ય સચિવ તરીકે જયંતિ રવિના સ્થાને મનોજ અગ્રવાલને મુકાયા છે. 
 

1986ની બેચના આઈએએસ પંકજ કુમારને ગૃહવિભાગમાં એસીએસ તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે આઈએએસ વિપુલ મિત્રાને પંચાયતના અધિક મુખ્ય સચિવ બનાવાયા છે. આઈએએસ રાજીવ ગુપ્તાને ઈંડસ્ટ્રી અને ખાણ ખનીજની જવાબદારી સોંપવામાં આવી છે. 

 

આ સિવાય વિજય નેહરાને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સેક્રટરી, મનોજ અગ્રવાલને આરોગ્ય અધિક મુખ્ય સચિવ, આઈએએસ અમરેન્દ્ર કુમારને સામાન્ય વહીવટી વિભાગમાં અને આઈએસ કમલ દયાણીને મહેસૂલ વિભાગમાં બદલી કરવામાં આવી છે. 


જામનગરના મ્યુ કમિશ્નર સતીષ પટેલની મધ્યાહન ભોજન વિભાગના કમિશ્નર તરીકે ગાંધીનગર બદલી કરવામાં આવી છે. સુનેના તોરમને સામાજિક ન્યાય અને એમ્પાવરમેંટ વિભાગના સચિવ બનાવાયા છે. જ્યારે ડો રાજીવ ગુપ્તા ઉદ્યોગ સચિવ બનાવાયા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS