*બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીથી રાજકોટ ડિવિઝનની ટ્રેનો પ્રભાવિત: 9 એપ્રિલની જામનગર–વડોદરા ઈન્ટરસિટી રદ*
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર–અમદાવાદ રેલખંડ પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે જરૂરી કામગીરી કરવાનું આયોજન છે. આ કામગીરી માટે તારીખ 08 એપ્રિલ, 2026 ના રોજ ટ્રાફિક બ્લોક લેવામાં આવશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રાફિક બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન સાથે સંબંધિત નીચે મુજબની ટ્રેનો પ્રભાવિત થશે:
*રદ કરાયેલી ટ્રેનો:*
1) ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઈન્ટરસિટી: તારીખ 08.04.2026 ના રોજ રદ રહેશે.
2) ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઈન્ટરસિટી: તારીખ 09.04.2026 ના રોજ રદ રહેશે.
*માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો:*
1) ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ–રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ: તારીખ 08.04.2026 ના રોજ વડોદરા ડિવિઝનમાં અંદાજે 1 કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.
2) ટ્રેન નંબર 15636 ગુવાહાટી–ઓખા એક્સપ્રેસ: તારીખ 08.04.2026 ના રોજ વડોદરા ડિવિઝનમાં અંદાજે 1 કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.
મુસાફરોને વિનંતી છે કે ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અન્ય નવીનતમ માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.