જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુતો માટે તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું
જામનગર તા.14 જૂન, બાગાયત નિયામકશ્રીની કચેરી, રાજ્ય સરકાર, ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ''ગ્રો મોર ફ્રૂટ ક્રોપ'' કેમ્પઈનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નાયબ બાગાયત નિયામકશ્રી એ.એમ.દેત્રોજા, જામનગરના માર્ગદર્શન તળે ધ્રોલ અને જામનગર તાલુકાના બાગાયતી ખેતી કરતા ખેડુતો માટે તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ સત્રમાં બંને તાલુકામાંથી 160 જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા.
તાલીમ સત્રમાં ગાંધીનગરથી બાગાયત નિયામકશ્રી સી.એમ.પટેલે ઓનલાઈન કોન્ફરન્સના માધ્યમથી ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અંગે જાગૃત કરવામાંં આવ્યા હતા. તેમજ બાગાયત વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ સહાયકારી યોજનાઓ, બાગાયત પાકોની ખેતી, ફળપાકના વાવેતર અને રાજ્ય સરકારના ''ગ્રો મોર ફ્રૂટ ક્રોપ'' કેમ્પઈનની સરળ ભાષામાં ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી.
આ તાલીમ સત્રમાં બાગાયત અધિકારીશ્રી વી.એચ.નકુમ, ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારીશ્રી પ્રતિક બારોટ, આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રી અને ગ્રામસેવકશ્રીઓ હાજર રહ્યા હતા. તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: આખરે ભૂલ દેખાઈ અને દંડ કર્યો માફ...જાણો શું ઘટના હતી
April 11, 2025 12:22 PMસાઈ અભ્યંકરના સુર અને સંગીતમાં ગજબની તાકાત, રહેમાનને રિપ્લેસ કરી દીધા
April 11, 2025 12:14 PMરણવીર સિંહની 'ડોન 3' નું શુટિંગ ફરી અટકી પડતા અનેક અટકળો
April 11, 2025 12:13 PM૭૪ વર્ષના સુપરસ્ટાર શાહરુખ, સલમાન અને પ્રભાસ કરતા પણ વસુલે છે વધુ ફી
April 11, 2025 12:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech