BREAKING NEWS

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પી.બી.પંડ્યાની ઉપસ્થિતિમાં ટાઉનહોલ ખાતે પોલિંગ સ્ટાફ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

  • April 11, 2026 11:51 AM 

જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડ્યાની ઉપસ્થિતિમાં ટાઉનહોલ ખાતે પોલિંગ સ્ટાફ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

ચૂંટણી પ્રક્રિયામાં ઝીણવટભરી તૈયારીઓ અને 'ડુ એન્ડ ડોન્ટ્સ' અંગે સ્ટાફને અપાયું સઘન માર્ગદર્શન

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.બી.પંડ્યાની ઉપસ્થિતિમાં શહેરના ટાઉનહોલ ખાતે પોલિંગ સ્ટાફ માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે ઉપસ્થિત કર્મચારીઓને સંબોધતા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર પી.બી.પંડ્યાએ અત્યંત સરળ ભાષામાં ચૂંટણી કાર્યની ગંભીરતા અને તેની પવિત્રતા વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીના આ મહાપર્વમાં પોલિંગ સ્ટાફની ભૂમિકા અત્યંત મહત્વની છે, તેથી દરેક કર્મચારીએ ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખીને સમગ્ર પ્રક્રિયા ક્ષતિરહિત રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.

તાલીમ દરમિયાન કલેક્ટરએ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓને 'શું કરવું અને શું ન કરવું'તે અંગે પણ તબક્કાવાર ટેકનિકલ અને વ્યાવહારિક જાણકારી પૂરી પાડી હતી. તેમણે ખાસ તાકીદ કરી હતી કે ચૂંટણીલક્ષી તમામ પ્રકારની વહીવટી અને ક્ષેત્રીય તૈયારીઓ મતદાનના એક દિવસ અગાઉ જ પૂર્ણ કરી લેવી જોઈએ, જેથી મતદાનના દિવસે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય.વધુમાં, જો કોઈ પણ સ્તરે મૂંઝવણ કે માર્ગદર્શનની આવશ્યકતા હોય, તો વિલંબ કર્યા વિના તુરંત જ ઉપરી અધિકારીનું ધ્યાન દોરી યોગ્ય માર્ગદર્શન મેળવી લેવા પણ તેમણે સૂચના આપી હતી.

આ તાલીમ કાર્યક્રમમાં ચૂંટણી અધિકારી વિરલ માકડીયા સહિત વોર્ડ નંબર 5 થી 8 ના પોલિંગ ઓફિસરો તથા મોટી સંખ્યામાં મહિલા પોલિંગ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News