એક મિનિટમાં ૨.૨૫ લાખ ટ્રેન ટિકિટ થશે બુક : ત્રણ વર્ષમાં તમામ જૂની ટ્રેનોના કોચ બદલાશે

  • February 04, 2023 05:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રેલવેવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં બજેટની જોગવાઈઓ અને રેલવેવેના આધુનિકીકરણ માટેની તૈયારીઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, રેલવેવેની પેસેન્જર રિઝર્વેશન મેનેજમેન્ટમાં સુધારો કરવાની યોજના છે. ટિકિટ બુકિંગ પર મોટો શોધખોળ કરવામાં આવ્યું છે, જેના પછી ટિકિટ મેળવવી સરળ થઈ જશે. અમારો સૌથી વધારે ફોકસ રેલવેવેના પરિવર્તન પર છે.
અટલ બિહારી વાજપેયીની સરકારે બે દાયકા પહેલા રોડ સેકટરને સુધારવાનું અભિયાન શ કયુ હતું. હવે નરેન્દ્ર મોદી સરકારે રેલવે ક્ષેત્રને આગળ વધારવાનું કામ હાથ ધયુ છે. રેલવેને બજેટમાં મોટી રકમ મળી છે, તેથી કામ પણ મોટા પાયા પર થશે તેમ તજજ્ઞોનું માનવું છે.





આ દુનિયાની પહેલી રેલવેવે હશે જેની ટિકિટ બુકિંગ અને કંટ્રોલિંગ સિસ્ટમ ૫ ટેકનોલોજી પર આધારિત હશે. ઓનલાઈન ટિકિટના વિક્ષેપોને ધ્યાનમાં લઈને તેની ક્ષમતા દસ ગણી વધારવી પડશે. અત્યારે ૨૫ હજાર ટિકિટ પ્રતિ મિનિટ બને છે, જે વધારીને ૨.૨૫ લાખ કરવી પડશે. પૂછપરછ ક્ષમતા ચાર લાખથી વધારીને ૪૦ લાખ પ્રતિ મિનિટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આગામી ત્રીસ વર્ષના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને તમામ જૂની ટ્રેનોના કોચ ત્રણ વર્ષમાં બદલવામાં આવશે. હવે ૨૫૦ ટ્રેનોના કોચ બદલવામાં આવ્યા છે. આવતા વર્ષે ૩૨૫ ટ્રેનોના કોચ રાજધાની જેવા કોચ સાથે બદલવામાં આવશે. ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં કવચનું ૫ વર્ઝન પણ આવી જશે.





રેલવેે મંત્રીએ કહ્યું કે સ્વદેશી ટેકનોલોજી સાથે વિકસિત વંદે ભારત ટ્રેનનું આગામી વર્ઝન સ્થાનિક જરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યું છે. આગામી ત્રણ વર્ષમાં અમે આ ટ્રેનના મોટા નિકાસકાર બનીશું. હવે યુરોપિયન દેશોએ તેના સ્પેરપાટર્સમાં રસ લીધો છે. તમામ સ્લીપર કોચ એક જ રીતે બનાવવામાં આવી રહ્યા છે. હાઈડ્રોજન ટ્રેનો પણ આ વર્ષે ડિસેમ્બરથી દોડવાની શ થઈ જશે.
વડાપ્રધાન મોદીના વિચારને આગળ વધારતા રેલવેવે સ્ટેશનો પર મુસાફરોની સુવિધા વધારવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે દેશભરના બે હજાર રેલવેે સ્ટેશનો પર સાર્વજનિક સુવિધા કેન્દ્રો ખોલવામાં આવશે, યાં રોજિંદી જરિયાતની તમામ વસ્તુઓ મળી શકશે. તેની ફાળવણી સ્થાનિક સ્તરે કરવામાં આવશે. વન સ્ટેશન વન પ્રોડકટ યોજનાહેઠળ અત્યાર સુધીમાં ૫૫૦ સ્ટેશનો પર ૫૯૪ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ વર્ષે તેને વધારીને ૭૫૦ સ્ટેશન કરવાનું છે.





આગામી નાણાકીય વર્ષમાં સાત હજાર કિમીનો નવો રેલવેે ટ્રેક પાથરવાનો છે, જે વર્તમાન વર્ષ કરતા અઢી હજાર કિમી વધુ છે. ૨૦૧૪ પહેલા દરરોજ સરેરાશ માત્ર ૪ કિમીનો ટ્રેક પાથરવામાં આવતો હતો, જે વર્તમાન વર્ષમાં વધારીને ૧૨ કિમી કરવામાં આવ્યો છે. તેને વધારીને દરરોજ ૧૯ કિમીનો લયાંક છે. ૧,૨૭૫ સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે.




ગુજરાતના કયા રેલવે સ્ટેશનનું રિ ડેવલપમેન્ટ થશે ?
અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, બારડોલી, ભચાઉ, ભચ, ભાવનગર, અસારવા, બીલીમોરા, બોટાદ, ચાંદલોડિયા, ચોરવાડ, દ્રારકા, હાપ, જામ–જોધપુર, કલોલ, કેશોદ લખતર, લીંબડી, લીમખેડા, મહેસાણા, મહત્પઆ, કરજણ, નવસારી, પડધરી વગેરેનું રી–ડેવલપમેન્ટ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application