અભિષેક બચ્ચનની બ્રિધ-2 વેબ સીરીઝ છે લસ્ટ અને એન્ગરથી ભરપુર, જુઓ ટ્રેલર

  • October 28, 2020 02:04 AM 

 

અભિષેક બચ્ચન અભિનિત વેબ સીરીઝ બ્રિધનું ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે. આ સિરીઝ દ્વારા અભિષેક બચ્ચન પોતાનું ડિજિટલ ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. અભિષેક બચ્ચન અભિનિત આ સીરીઝ બ્રિધની આ બીજી સીઝન છે. ટ્રેલરમાં સિરીઝ દ્વારા કેટલાક જૂના પાત્રોને ફરીથી જોઈ શકાશે જેમાં અમિત સાથનો સમાવેશ થાય છે. તેની સાથે ઘણાં નવા પાત્રોને પણ ઉમેરવામાં આવ્યા છે.

 

ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે અભિષેક બચ્ચન એક સાઇકિયાટ્રિક છે, તેની દીકરીનું અપહરણ થઈ ચૂક્યું છે. અપહરણ કરનાર દીકરી સિયાની બદલામાં પૈસા નહીં પરંતુ કેટલાક લોકોની હત્યા કરાવવા માંગે છે. અને અભિષેક આ બાબતથી ચિંતિત છે કે પોતાની દીકરી વિશે વિચારે કે કિડનેપરની આ વાત માની અને હત્યા કરવાના કામમાં લાગી જાય. જેની વચ્ચે આ કહાનીમાં ઇન્સ્પેક્ટર કબીર સાવંત એટલે કે અમિત સાથની એન્ટ્રી થાય છે.

 

અમિત સાથ જેલ બહાર નીકળતા નજરે પડી રહ્યા છે. અને કેટલાક ક્રાઇમ કેસ ઉકેલવાની કોશિશ કરતા નજરે પડી રહ્યા છે. ટ્રેલરમાં એક બાબતને ખાસ જગ્યા આપવામાં આવી છે. કિડનેપર માત્ર ઈચ્છે છે કે જે લોકોને તે મળવા માંગે છે, તેમના મોતનું કારણ  ગુસ્સો કે વાસના હોવા જોઈએ. હવે આ બંને કારણો પાછળ આખરે કઈ વાર્તા છુપાયેલી છે, તેના માટે દર્શકોને 10 જુલાઇ સુધી રાહ જોવી પડશે. શોને ભવાની ઐયર વિક્રમ તુલી, અરશદ સૈયદ અને મયંક શર્માએ લખી છે.

 

આ સિરીઝમાં અભિષેક બચ્ચન અને નિત્યા મેનન ડિજિટલ ડેબ્યુ કરી રહ્યા છે, જેને સૈયામી ખેર સાથે મુખ્ય ભૂમિકામાં જોઈ શકાશે. 10 જુલાઈ થી એમેઝોન પ્રાઈમ વિડીયો પર 200 થી વધારે દેશોના વિસ્તારોમાં તેને રિલીઝ કરવામાં આવશે. આ સિરીઝ અંબુડેટિયા એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત  અને મયંક શર્મા દ્વારા રચાયેલી તેમજ નિર્દેશન કરાયેલી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS