રાજકોટમાં 85 લાખની લૂંટનું પગેરું મોરબી તરફ: બાઈક રેઢું મળ્યું

  • April 28, 2021 03:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લજાઈ ચોકડી સુધી લોકેશન મળ્યું: બાઈક રેઢું મુકી અન્ય વાહનમાં ફરાર થઈ ગયાની શંકા: મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લા આસપાસ પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં લાગી

 


રાજકોટમાં સંતકબીર રોડ પર ચંપકનગર વિસ્તારમાં ગઈકાલે સોની વેપારીના લમણે બંદૂક રાખી 85 લાખની થયેલી લૂંટનો ભેદ ઉકેલવા રાજકોટ પોલીસ કામે લાગી છે ત્યારે આ લૂંટ પૂર્વે લૂંટાઓએ જે બાઈકની ઉઠાંતરી કરી હતી અને લૂંટ કરીને જે બાઈક ઉપર ફરાર થઈ ગયા તે બાઈક મોરબી-ટંકારા હાઈ-વે પર વીરપુર ગામ પાસે રેઢુ મળી આવ્યું છે. બીજી તરફ રાજકોટ પોલીસે મોરબી પોલીસની મદદ લીધી છે ત્યારે લૂંટાનું પગે મોરબીના લજ્જાઈ સુધી મળી આવ્યું છે. જ્યાંથી લૂંટાઓ ફરાર થઈ ગયા હોય, આ લૂંટનો ભેદ ઉકેલવા રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર પોલીસે તપાસ શ કરી છે અને ટૂંક સમયમાં જ લૂંટારુઓની ઓળખ મળી જાય તેવી રાજકોટ પોલીસને આશા છે.
રાજકોટના સંતકબીર રોડ પર ચંપકનગર-3માં શિવ જ્વેલર્સ નામે ધરાવતા મોહનભાઈ વિરમભાઈ ડોડિયા ગઈકાલે 3-30 કલાકે પોતાના શો-મે હતા ત્યારે ત્રણ હિન્દીભાષી શખસો ચાંદીની વીંટી ખરીદવાના બહાને શો-મમાં આવ્યા હતા અને જ્યારે મોહનભાઈ વીંટી લેવા માટે ગયા ત્યારે પાછળથી તેમના ઉપર હમલો કરી દીધો હતો જેમાં એક લૂંટાએ ધમકાવવા માટે મોહનભાઈ ઉપર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પિસ્તોલમાંથી મિસફાયર થતાં ગોળી નીચે પડી ગઈ હતી જે કાર્ટીસ ચઢાવીને મોહનભાઈના લમણે તાકી દીધી હતી અને આ ત્રણેય લૂંટાઓએ રોકડ અને દાગીના સહિત 85.46 લાખની મત્તા લૂંટી લીધી હતી અને મોહનભાઈને ઢસડી તિજોરીમાં પુરી દઈ બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા.

 


મોહનભાઈના પત્ની કાંતાબેન સાંજે શો-મે પતિ માટે ચા લઈને આવ્યા ત્યારે મોહનભાઈની બૂમો સાંભળી તેમને તિજોરીમાંથી બહાર કાઢયા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી પ્રવીણકુમાર મીણા, બી-ડિવિઝનના પીઆઈ ઔસુરા, ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વી.કે. ગઢવી, એસઓજીના પીઆઈ આર.વાય. રાવલ સહિતના તમામ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે જ્યાં લૂંટ થઈ તે શિવ જ્વેલર્સ અને આસપાસના દુકાનોના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં આ લૂંટાઓએ લૂંટ ચલાવતા પૂર્વે બાઈકની ઉઠાંતરી કરી હતી અને જે બાઈકના નંબર પ્લેટ કાઢી નાખી અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. આ લૂંટમાં પાંચ શખસોની સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે. કારણ કે લૂંટ થઈ તે પૂર્વે બે શખસો શિવ જ્વેલર્સની આસપાસ રેકી કરતા પણ મળી આવ્યા હતા. લૂંટ ચલાવીને ત્રિપલસવારી એક બાઈક ઉપર ફરાર થઈ ગયેલા ત્રણ શખસો મોરબી તરફ ભાગી છૂટયા હોવાનું જાણવા મળતાં રાજકોટ પોલીસને અલગ-અલગ ટૂકડીઓએ મોરબી અને આસપાસના ગામોમાં તપાસ કરી હતી. મોરબી પોલીસની મદદથી રાજકોટ પોલીસે તપાસ કરતાં જે બાઈક ઉપર લૂંટાઓ ફરાર થયા તે બાઈક મોરબીના વીરપર ગામ પાસે રેઢુ મળી આવ્યું હતું.

 


પોલીસ તપાસમાં લૂંટાઓનું પગેરું મોરબીના લજ્જાઈ સુધી મળી આવ્યું હોય ત્યારબાદ લૂંટાઓ વાહનમાં ફરાર થઈ ગયા હોય જેથી હાલ પોલીસે રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં તપાસ શ કરી છે તેમજ લૂંટની ઘટના બાદ રાજ્યભરમાં નાકાબંધી પણ કરાવી છે.

 

 

મોરબી તરફથી ટીપ મળ્યા બાદ લૂંટને અંજામ અપાયાની શંકા
આ સમગ્ર ઘટનામાં રાજકોટ અને મોરબી વચ્ચે લૂંટની તપાસ થઈ રહી છે ત્યારે પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન કેટલીક શંકાસ્પદ હકિકતો સામે આવી છે જેમાં શિવ જ્વેલર્સમાં થયેલી લૂંટમાં ટીપ આપ્યાની દૃઢ શંકા છે અને આ ટીપ મોરબી તરફથી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. લૂંટાઓએ જે રીતે મોહનભાઈને બંધક બનાવી લૂંટ ચલાવી તે જોઈને આ ગેંગ પ્રોફેશનલ ક્રિમિનલ હોવાનું જાણવા મળી રહ્યું છે અને રેકી કરીને લૂંટ ચલાવવાની માહિતી પણ સામે આવી છે ત્યારે આ પ્રકરણમાં મોરબી તરફથી કોઈ જાણભેદુએ આ લૂંટને અંજામ આપવાની ચોકકસ ટીપ આપ્યાની શંકાએ તે દિશામાં તપાસ શ કરાઈ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS