સાધુ વાસવાણી રોડ ઉપર થયેલી રૂ.5.25 લાખની લૂંટનું પગેરું કચ્છ તરફ

  • March 03, 2021 07:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાધુ વાસવાણી રોડ પર મોબાઇલની દુકાનમાં નોકરી કરતા કર્મચારી પાસેથી રૂપિયા રૂ.5.25 લાખની રોકડની તેના જ ત્રણ મિત્ર સહિત ત્રણ શખ્સોએ લૂંટ ચલાવતા આ અંગે યુનિવર્સિટી રોડ પોલીસમાં ગુનો નોંધાયો છે. મોબાઇલની દુકાનમાં નોકરી કરતા કર્મચારી પાસેથી થયેલી 5.25 લાખની રોકડની લૂંટના બનાવમાં પોલીસે કચ્છ તરફ તપાસ લંબાવી છે.તેમજ આ પ્રકરણમાં મોબાઈલની દુકાનમાં નોકરી કરતા કર્મચારીની પણ શંકાસ્પદ ભૂમિકા છે કેમ ?તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

 


સાધુવાસવાણી રોડ 52 મુરલીધર ચોક પાસે વિનાયક કોમ્પલેક્ષની સામે અંકિતભાઈ પોરખની સ્માઈલ મોબાઈલ નામની દુકાનમાં નોકરી કરતા સાધુવસાવાણી રોડ ઉપર કૈલાશપાર્કમાં રહેતા દેવેન રાજેશ જોટાણીયા એકાદ વર્ષથી અંકિતને ત્યાં નોકરી કરે છે. પાંચ દિવસ પૂર્વે અંકિત ગોવા ગયો હોય તેના પિતા નિલેશભાઈ પારેખ દુકાન સંભાળતા હતા. બનાવના દિવસે દેવેન જમવા ગયો ત્યારે અંકિતનો ફોન આવ્યો અને દેવેનને અંકિતના મિત્ર દિલીપભાઈ પાસેથી રૂપિયા લઈ દુકાને રાખી દેવા જણાવ્યું હતું.દેવેન દિલીપભાઈ પાસેથી છ લાખ રુપિયા લઈ નીકળ્યો ત્યારે દેવેનને અંકિતે ફરી ફોન કરી સાધુ વાસવાણી રોડ પર આવેલા પાનની દુકાને નિકુંજભાઇ નામના વ્યક્તિ ને રુ.75 હજાર આપી દેવા જણાવ્યું હતું. દેવેન ત્યા ગયો ત્યારે તેના પડોશમાં રહેતા હાર્દિકસિંહ ત્યાં ઊભો હતો. દેવેને એક્ટીવાની ડેકીમાંથી 75 હજાર કાઢીને નિકુંજભાઈને આપ્યા ત્યારે હાર્દિકસિંહે પાંચ હજાર રુપિયા માંગ્યા હતા.દેવેને આ રકમ પોતાના શેઠ અંકિતનો હોવાનું જણાવી મલિક અંકિત સાથે વાત કરાવી હતી. અંકિતે હાર્દિકસિંહને અત્યારે દેવેનને જવા દેવાની વાત કરી હતી પરંતુ હાર્દિકસિંહે દેવેનના એક્ટિવાની ચાવી લઈ એફટીવા પાછળ બેસાડી સાધુ વાસવાણી રોડ પર ગુરુજીનગર શાકમાર્કેટ પાસે ઊભું રાખ્યું હતું. અને હાર્દિકસિંહે ફોન કરી મિત્ર રામ કરાવદરા અને અન્ય એક મિત્રને બોલાવ્યા હતા.

 

તે કાર લઈને આવ્યા હતા.હાર્દિકસિંહ અને રામેં દેવેનને તમાચો ઝીંકી ધમકી આપી એક્ટિવાની ડેકી ખોલી તેમા રહેલ 5.25 લાખ રૂપિયા ભરેલી થેલી ઝુંટવી કારમાં ભાગી ગયા હતા. આ સમયે દેવેને એકટીવા લઈને કારનો પીવહો કરતા આગળ ટ્રાફિકમાં કાર ઉભી રહેતા દેવેન ત્યાં પહોચ્યો ત્યારે ત્રણેય શખ્સોએ દેવેનને તારા શેઠને કહી દેજે રૂપિયા દેવા નથી, થાય તે કરી ત્યે કહી ધમકી આપી ભાગી ગયા હતા. દેવેને મોબાઈલની દુકાનના મલિક અકિતભાઈને ફોન કરી સમગ્ર માહિતી આપતા અંકિત ગોવા હોવાથી તેના મિત્રને ત્યાં મોકલતા તેને સમગ્ર બનાવની વાત કરી હતી. રૂ.5.25 લાખની લૂંટ ચલાવનાર હાર્દિકસિંહનો સંપક કરતા હાર્દિકસિંહે લૂંટની રકમ પરત આપી દેવા વાત કરી હતી પરંતુ આ રુપિયા નહીં આપતાં અંતે દેવેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે યુનિવર્સિટી રોડ પોલીસે ગુનો નોંધીને તપાસ કરતા હાર્દિક અને તેના સાગરિતોનું લોકેશન કચ્છ તરફ મળતા પોલીસ ટીમે કચ્છ તરફ તપાસ લંબાવી છે.બીજી તરફ આ લૂંટની ઘટના માં દેવનની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું માનવામાં આવી રહ્યું છે જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application