રાજકોટના પૂર્વ એસીપી જે.કે.ઝાલાના યુવાન પુત્રનું દુઃખદ અવસાન

  • August 08, 2021 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ટ્રાફિક બ્રાન્ચના પૂર્વ એ.સી.પી. હાલ અમદાવાદ એ.સી.પી. માથક ગામના વતની જયદેવસિંહ ખોડુભા ઝાલા (જે.કે.ઝાલા)ના યુવાન પુત્ર ધર્મરાજસિંહ ઉ.30નું તા.7/8/21ના રોજ હદયરોગના હુમલાથી દુઃખદ દેહાંત થતા પરિવારજનો, સગાસ્નેહીઓ તેમજ પોલીસ બેડામાં પણ ભારે અરેરાટી થઈ પડી છે. સદગતની અંતિમયાત્રામાં પોલીસ અધિકારીઓ, સ્નેહીઓ હાજર રહ્યા હતા અને કરુણાતીકા ભર્યા દ્રશ્યોથી સૌ કોઈ હિબકે ચડ્યા હતા. અતિ મિલાનુસર સ્વભાવના ધર્મરાજસિંહના લગ્ન રાજકોટના ઘન્ટેસ્વર ગામના વતની રાજેન્દ્રસિંહ (રાજભા)સજુભા જાડેજાના સુપુત્રી સાથે થયા હતા. ધર્મરાજસિંહના દેહાંતથી માસૂમ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પરિવાર પર આભ પડ્યા જેવી સ્થિતિ થઈ પડી છે. સદગતનું બેસણું / ટેલિફોનિક બેસણું તેમના રાજકોટ સ્થિત નિવાસસ્થાન વિષ્ણુવિહાર સોસાયટી-9 રૂડા 2ની બાજુમાં યુનિવર્સિટી રોડ રાજકોટ મુકામે તા.12ને શુક્રવારે સાંજે 4 થી 6 દરમિયાન તેમજ ઉતરક્રિયા તા.16ને સોમવારના રોજ રાજકોટ મુકામે રાખેલી છે. પ્રવર્તમાન સ્થિતિને લઈને જયદેવસિંહ ઝાલા (9879517800), બળવંતસિંહ (9978379530), નરવીરસિંહ (9825179031) પર પણ શોક વ્યક્ત કરી શકાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS