રાજકોટ કોર્પોરેશન ચોકમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન : 108 ફસાઈ

  • February 18, 2023 01:23 AM 

રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. ટ્રાફિકની સમસ્યાને નિવારવા તંત્ર મહેનત કરે છે પરંતુ આ મહેનતનું કોઈ ચોક્કસ પરિણામ મળતું નથી.


રાજકોટમાં આજે બપોરે 12 વાગ્યે કોર્પોરેશન ચોક ખાતે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકજામને લઈને વાહનોની લાંબે સુધી કતાર લાગેલી જોવા મળી હતી. મહત્વનું છે કે, રાજકોટના ટ્રાફિક વોર્ડન પણ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરી નથી શકતા. 


ખાસ કરીને કોર્પોરેશન ચોકમાં બસ પોર્ટ પણ હોવાથી બસની અવરજવર રહેતી હોય છે. જેને લઇને પણ ટ્રાફિકજામ સર્જાય છે. આજે પણ બપોરે ટ્રાફિકજામ સર્જાતા 108 ફસાઈ ગઈ હતી. બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિકની સમસ્યા વધુ જોવા મળે છે. કારણકે, બસ સ્ટેન્ડની બહાર 'નો પાર્કિંગ'ના બોર્ડ હોવા છતાં રીક્ષાઓના ધાડા હોવાથી ટ્રાફીકની સમસ્યા વધતી હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application