રાજમાર્ગેા, પોલીસ મથકોમાં જઇને ટ્રાફિક પોલીસની બ્લેક ફિલ્મ ડ્રાઇવ

  • July 29, 2021 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પીઆઇ એસ.એન.ગડુ તથા ટીમની કોઇ સેહશરમ વિના ચૂસ્ત કાર્યવાહી
કાલાવડ રોડ, ઇન્દિરા સર્કલ પાસે સ્થળ પર જ ફિલ્મો હટાવી દંડ, પોલીસ મથકોમાં પોલીસ કર્મીઓને પણ ફટકારાયો મેમો, ઇ–ચલણ

 


રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્રારા બ્લેક ફિલ્મવાળા વાહનો સામે હાથ ધરાયેલી ઝૂંબેશમાં ગઇકાલે સી.પી. કચેરી બાદ આજે પીઆઇ એસ.એન.ગડુ અને તેમની ટીમે પોલીસ મથકોમાં જઇને પણ કોઇપણ શેહ શરમ વીના નિયમ વિરૂધ્ધના વાહનો ધરાવતા પોલીસ કર્મચારીઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરી હતી. કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ પર પણ બ્લેક ફિલ્મો, નંબર પ્લેટ વીનાના વાહનો સામે સખ્તાઇ સાથે કાર્યવાહી કરી હતી. પોલીસની કામગીરી શહેરીજનોએ પણ વધાવ્ય સાથે એવા શબ્દો ઉચ્ચાર્યા હતાં કે જો પોલીસ આવી રીતે કડક બને કે કોઇની શેહ શરમ વિના કામ કરે તો કાળા કાચધારીઓ તો ઠીક લુખ્ખાઓ, નઠારા તત્વો, શહેરની શાંતિ ડહોળનારાઓ ભોંભીતર થઇ જાય.

 


ટ્રાફિક નિયમન પાલન માટે કડકાઇથી કામ લેવા સી.પી. ડીસીપીના આદેશનું પાલન કરવા અત્યારે એકિટવ ગણાય કે દોડતા થયા હોય એવું શહેરમાં દોડાય તો પીઆઇ ગડુની કામગીરી છે. અન્ય પોલીસ અધિકારીઓ બ્રાન્ચની ટીમો દ્રારા હજુ સુસ્તી ઉડી નથી અથવા તો આપડા જ વધુ હશે કયાં આંખે થવું એવા ભાવે ફરજભાવ ચૂકી રહ્યા છે. પી.આઇ. ગડુ આજે સ્ટાફ સાથે ગાંધીગ્રામ પોલીસ મથકમાં અને ત્યાંથી યુનિવર્સિટી પોલીસ મથકના સંકુલમાં પહોંચ્યા હતાં. બન્ને પોલીસ મથકના પટાંગણ અંદર પડેલા વાહનો કે જેમાં નિયમ મુજબની નંબર પ્લેટો નહોતી કે કાળાં કાચ હતાં તેની સામે કાર્યવાહી કરાઇ હતી. જે કર્મચારીઓ કે વાહનધારકો હાજર ન મળ્યા તેમને ઇ–ચલણ ફટકારાયા છે. સ્થળ પર મળેલાઓ પાસેથી હાજર દડં લેવાયો હતો.

 


શહેરીજનો કે કોમનમેનને પણ એમ થાય કે કાયદો તોડતી પોલીસને પણ કાયદામાં રાખવાવાળી પોલીસ છે ખરી એવા હેતુ સાથે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પોલીસ મથકોમાં જઇને કામગીરી કરાઇ રહી છે.

 


પોલીસ મથકો ઉપરાંત ઇન્દિરા સર્કલ પર તેમજ કે.કે.વી. સર્કલ પાસે પણ ટ્રાફિક પોલીસે બ્લેક ફિલ્મધારી વાહનો સામે સપાટો બોલાવ્યો હતો કાર કે આવા વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવી નીકળેલા વાહનોમાંથી સ્થળ પરજ ફિલ્મો હટાવાઇ હતી અને દડં વસૂલાયો હતો.

 


બ્લેક ફિલ્મ વાહનોમાં હેરાફેરીની શકયતાનો નમૂનો મળ્યો કારમાં
બ્લેક ફિલ્મ વાળી કાર કે વાહનોમાં દારૂ કે આવા ગેરકાયદે પદાર્થેા હથિયારો કે કંઇપણ વસ્તુની હેરાફેરી થઇ શકે તેનો નમૂનો આજે ઇન્દિરા સર્કલ પાસે બ્લેક ફિલ્મવાળી રોકેલી ઇકો કારમાં તાદ્રશ્ય થયો હતો. ભલે કારમાં કોઇ અન્ય બેરલો કે રેગ્યુલર ચીજવસ્તુઓ નિયમ ભરાયેલી કે રખાયેલી હશે પરંતુ એ કારના દ્રશ્ય પરથી ફલીત થઇ શકે કે બ્લેક ફિલ્મો લગાવેલા વાહનોમાં ગેરકાયદે વસ્તુઓની હેરફેર પણ એકદમ સરળ છે. પોલીસે ગુનાખોરી ઘટાડવા કે કાબૂમાં રાખવા પણ બ્લેક ફિલ્મો હટાવવી જરૂરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS