BREAKING NEWS

જામનગર: દરેડ જીઆઇડીસીમાં વેપારીઓ સાથે ૪.૪૪ કરોડની ઠગાઇ

  • July 01, 2026 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: દરેડ જીઆઇડીસીમાં વેપારીઓ સાથે ૪.૪૪ કરોડની ઠગાઇ

કારખાનેદાર ધંધા અને મકાને તાળા મારી રફુચકકર : વેપાર અને બ્રાસ સ્ક્રેપની એડવાન્સ રકમ લઇ વિશ્ર્વાસઘાત કર્યો 

જામનગર દરેડ જીઆઇડીસી ફેસ-૨ વિસ્તારમાં વેપારીઓ પાસેથી રકમ મેળવી તેમજ બ્રાસ સ્ક્રેપના માલના એડવાન્સ પેમેન્ટ લઇ અલગ અલગ વેપારીઓ સાથે ૪.૪૪ કરોડની ઉચાપત-વિશ્ર્વાસઘાત કર્યાની કારખાનેદાર સામે ફરીયાદ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે, આરોપીએ વિશ્ર્વાસઘાત કરીને પેઢીને તાળા મારીને નાશી જતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે. દરેડ જીઆઇડીસી વિસ્તારનો કારખાનેદાર કરોડોનું ફુલેકુ ફેરવી ગયાનું જાણમાં આવતા આ મામલે વધુ પુરાવા એકત્ર કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

જામનગરના હરીયા કોલેજ પાછળ આવેલ નારાયણનગરમાં રહેતા વેપારી નિતીન રમેશભાઇ મેનપરા દ્વારા ગઇકાલે પંચકોશી-બીમાં દરેડ જીઆઇડીસી શિવમપાર્ક શેરી નં. ૬, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નં. ૯૫/૩ રેસીડેન્સ નં. ૨૧/પી,  આનંદ લીલાભાઇ મોઢવડીયા-એ.એમ.મેટલવાળા વિરુઘ્ધ બીએનએસ કલમ ૩૧૬(૨), ૩૧૬(૫), ૬૧(૨) મુજબ ફરીયાદ નોંધાવી છે. 

આરોપી આનંદ મોઢવાડીયાએ કાવતરૂ રચીને ફરીયાદી વેપારી નિતીનભાઇ તથા સાહેદ વેપારીઓ સાથે સબંધ કેળવીને વિશ્ર્વાસમાં લીધા હતા અને વેપાર કર્યો હતો, આ વેપાર દરમ્યાન ફરીયાદીના લેવાના બાકી નીકળતા ૨.૦૪.૫૦.૭૨૩ ન ચુકવીને તથા સાહેદ જીતેન્દ્ર ગોવિંદભાઇ ડોબરીયા પાસેથી બ્રાસ સ્ક્રેપનો માલ લેવા માટે એડવાન્સ પેટે રૂ. ૨૫ લાખ પેમેન્ટ લઇને માલ આપ્યો ન હતો.

ઉપરાંત સાહેદ દિનેશ વેજાણંદભાઇ કનારાના વેપારના લેવાના બાકી નીકળતા રૂ. ૨.૧૪.૫૦.૯૮૧ મળી કુલ ૪.૪૪.૦૧.૧૦૪ ની રકમ ફરીયાદી તથા સાહેદો સાથે વ્યાપારીક નાણાકીય ઉચાપત અને વિશ્ર્વાસઘાત કર્યો હતો, દરમ્યાન પોતાના ધંધાના સ્થળ અને રહેણાકે તાળા મારીને નાશી જતા મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો છે.
​​​​​​​
૨૦૨૩ થી ૨૦૨૫ના સમયગાળા દરમ્યાન દરેડ જીઆઇડીસી ફેસ-૨ અક્ષર મેટલ એન્ડ એલોય્સ નામની પેઢી ખાતે બનાવ બન્યાનું ફરીયાદમાં જણાવવામાં આવ્યુ છે. ફરીયાદ અનુસંધાને આનંદ સામે પંચ-બી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પીઆઇ વી.જે. રાઠોડ અને સ્ટાફ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે. 

દરેડ જીઆઇડીસી વિસ્તારમાં અગાઉ પણ બ્રાસ સ્ક્રેપના ધંધાર્થીઓ અને કારખાનેદારો સાથે માલની લેવડ દેવડમાં ઠગાઇના કિસ્સા પોલીસ મથકે પહોચી ચુકયા છે અને વધુ એક મામલો પહોચ્યો છે જેમાં ફરીયાદ અનુસંધાને તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે હાલ ઉપરોકત ફરીયાદ દાખલ થતા જીઆઇડીસી વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application