રાજકોટ અથવા સાણંદમાં ૨૫૦૦ કરોડના ખર્ચે ટોય પાર્કની યોજના

  • August 10, 2021 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જીઆઇડીસી દ્રારા ૨૫૦ એકર જમીનની કરાશે પસંદગી: ગુજરાત રમકડા ઉધોગમાં એક નવી છલાંગ લગાવવાની તૈયારીમાં



કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ, અમદાવાદમાં સાયન્સ સિટી અને બાલાસિનોરમાં ડાયનાસોર પાર્ક જેવા વિકાસ બાદ યુવાનોને રોજગાર મળે અને ગુજરાતની પ્રગતિ થાય તે માટે એક નવા પ્રોજેકટ અંગે વિચારણા ચાલી રહી છે. આ વખતે ટોય પાર્ક એટલે કે રાયમાં રમકડા ઉધોગના માટે સ્થળની વિચારણા ચાલી રહી છે. જે અંગે ગુજરાત સરકાર સાણદં કે પછી રાજકોટ પર પસંદગી ઉતારે તેવી સંભાવના વ્યકત કરાઈ રહી છે. ટોય પાર્ક પાછળ લગભગ ૨,૫૦૦ કરોડનો ખર્ચ કરાશે તેવી સંભાવના વ્યકત કરાઈ રહી છે. સૂત્રો દ્રારા આ ખર્ચ અંગેની પરેખા બાંધવામાં આવી રહી છે. જોકે, આ પાર્કમાં ખેલકૂદના બદલે બાળકો માટે ઈન્ટરનેશનલ કવોલિટીના રમકડાં તૈયાર કરવામાં આવશે.
સૂત્રો દ્રારા મળતી વિગતો પ્રમાણે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પેારેશન દ્રારા વિશાળ ટોય પાર્ક માટે રાજકોટ પાસે અને સાણંદમાં ૨૫૦ એકર જમીન નક્કી કરવામાં આવી છે.

 


રાજ્ય સરકાર દ્રારા હાથ ધરવામાં આવેલા આંતરાષ્ટ્ર્રીય અભ્યાસમાં જાણવા મળ્યું ક ગુજરાત રમકડા ઉધોગના રોકાણમાં બહત્પ જ ઓછો ફાળો ધરાવે છે. એટલે કે ગુજરાત દેશના કુલ રમકડા ઉધોગના ઉત્પાદનમાં માત્ર ૧% જ ફાળો આપે છે.

 


હવે આવી સ્થિતિમાં રમકડા ઉધોગમાં રાય સરકાર મોટી છલાંગ લગાવવા માગે છે, આ માટે રોકાણકારોને પણ આકર્ષિત કરવામાં આવશે, આ માટે રાજકોટ કે સાણદં જેવી જગ્યા પર વિશાળ તૈયારીઓ આરંભવામાં આવી શકે છે.

 

 


ઈન્ડસ્ટ્રીયલ એકસપર્ટનું માનવું છે કે, કોરોના પછી એવી સ્થિતિ ઉભી થઈ છે કે ઈન્ટરનેશનલ કંપનીઓ ચીનની બહાર જગ્યા શોધી રહી છે. જેમાં વિયતનામ જેવા દેશો પર ધ્યાન કેન્દ્રીત કરાઈ રહ્યું છે. આવામાં ભારત માટે પણ એક સારી તક છે, ખાસ કરીને ગુજરાત જેવા રાયોમાં રો મટિરિયલથી લઈને પોર્ટ જેવી સુવિધાઓ પણ છે જેનાથી રોકાણકારો આકર્ષિત થઈ શકે છે.

 


સૂત્રો દ્રારા મળતી વિગતો પ્રમાણે સાણદં અને રાજકોટ સિવાય વડોદરામાં પણ આ સંભવિત પાર્ક અંગે વિચારણા કરવામાં આવી હતી, જોકે, આ સ્થળને લઈને સરકાર એટલી ઉત્સાહિત નથી.

 


વધુમાં ઈન્ડસ્ટ્રી સૂત્રો જણાવે છે કે, ભારતમાં રમકડાનો ઉધોગ દુનિયાની ૧.૫ બિલિયન યુએસડી સામે માત્ર ૦.૫% જ છે. મહારાષ્ટ્ર્ર, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન ભારતમાં રમકડા ઉધોગમાં આગળ છે.

 


મન કી બાત કાર્યક્રમના ૬૮મા ભાગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત વિઝન અંતર્ગત ઈન્ડસ્ટ્રી અને સ્ટાર્ટઅપને ઉલ્લેખીને જણાવ્યું હતું કે, ભારતમાં રમકડા ઉધોગના વિકાસ માટે આગળ આવો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS