નગરની એલ. જી. હરિઆ સ્કુલમાં પી.એચ.ડી. કરવા અંગે માર્ગદર્શન-સેમિનાર યોજાયો

  • July 17, 2021 11:08 AM 

જ્ઞાનવર્ધક સેમીનારમાં પ્રોફેસર ડો. કૃણાલ ભુવા તથા ડો. અમિત રાજદેવની વિશેષ ઉપસ્થિતિ: કાર્યક્રમમાં વિસ્તૃત માર્ગદર્શન અપાયું

શિક્ષણની ક્ષિતિજો વિસ્તરતી જાય છે એવા સંજોગોમાં ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં સૌજન્યથી તા. 11/07/2021 ના રોજ એલ. જી. હરિઆ સ્કુલમાં પી.એચ.ડી. કરવા બાબતે માર્ગદર્શન આપતો એક જ્ઞાનવર્ધક સેમિનાર યોજાયો હતો. આ ભવ્ય સેમિનારમાં સ્પીકર (વકતા) તરીકે જે. વી. આઈ. એમ. એસ. કોલેજનાં પ્રોફેસર ડો. કૃણાલ ભુવા તથા ડો. અમિત રાજદેવની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં નેજા હેઠળ યોજાયેલ આ સેમિનારમાં ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં ચેરમેન કાંતિભાઈ હરિઆ, ઓનરરી સેક્રેટરી ચંદુભાઈ શાહ, ટ્રસ્ટી ભરતેશભાઈ શાહ, ડો. અજય શાહ (ડાયરેકટર જે. વી. આઈ. એમ. એસ.) હરિઆ ગ્લોબલ સ્કૂલનાં આચાર્ય મયંક ત્રિવેદી, એલ. જી. હરિઆ સ્કૂલનાં આચાર્ય ઘવલ પટ્ટ, એડમિનિસ્ટ્રેટર વ્યોમેશ વૈધ અને પી. એચ. ડી. કરવા બાબતે જાણકારી મેળવવા માટે નગરમાંથી બહોળી સંખ્યામાં પી. એચ. ડી. કરવા માટેની જાણકારી મેળવવા ઈચ્છુક ગણ ઉપસ્થિત રહયો હતો.

ભારતીય પરંપરા પ્રમાણે પધારેલા તમામ મહેમાનો અને શ્રોતાગણનું શાબ્દિક સ્વાગત ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં ટ્રસ્ટી ભરતેશભાઈ શાહે કર્યું હતું. મહેમાનોને આવકારતા ભરતેશભાઈ શાહે આ સેમિનાર બાબતે શિક્ષણના ઉચ્ચ માઘ્યમની વિગતે ચચર્િ કરી હતી, શિક્ષણની નવી નીતિ અનુસાર પી.એચ.ડી. નું સંશોધન કાર્ય એક નવા જ આયામમાં નવી દિશાઓ સાથે થઈ શકે એવી આશા વ્યકત કરતા કહયું હતું કે શિક્ષણની નવી નીતિથી આ ક્ષેત્રને નવી દિશાઓ સાંપડશે.

આ ચચર્િ ઉપરાંત વક્તાઓ અને પી.એચ.ડી. કરવા માટેના ઈચ્છુકો વચ્ચે પી.એચ.ડી. વિષયક રોચક અને રસપ્રદ પ્રશ્નોતરી પણ થઈ હતી. પધારેલા સૌને પૂર્ણ આત્મસંતોષ થાય તેવા સંતોષકારક સવાલ જવાબથી પધારેલ તમામ સુજ્જનો ખુશખુશાલ થઈ ગયા હતા.

આ તકે ભરતેશભાઈ શાહે તાજેતરમાં જ પી.એચ.ડી. ની ડીગ્રી પ્રાપ્ત કરેલી છે તેથી આ સેમિનાર યોજવા બાબતે એમના તરફથી જ આ પ્રેરણા ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટને પ્રાપ્ત થઈ હતી. ભરતેશભાઈ શાહની અન્ય વિધાર્થીઓ પણ પી.એચ.ડી. ની ડીગ્રી મેળવવા ખૂબ ઉત્સાહથી આગળ વધે તેવી અદમ્ય ઈચ્છા છે. શિક્ષણ જગત પ્રત્યે ભરતેશભાઈ શાહનું કાયમ આકર્ષણ રહયું છે. સૌ ભણે અને સૌ આગળ વધે એવી ભાવનાથી તેઓએ પધારેલ પી.એચ.ડી. કરવા ઈચ્છુક હોય તેવા સૌને પી.એચ.ડી. ની ડીગ્રી શિક્ષણ જગતમાં કઈ રીતે આધાર સ્તંભની ભૂમિકા ભજવે છે તેની સંપૂર્ણ માહિતી આપી હતી.

આ સેમિનારનાં અંતે આભાર વિધિ કરતા સ્કૂલનાં આચાર્ય ધવલ પટ્ટે પણ શિક્ષણની મૂડીનું માનવ જીવનમાં કેટલું મહત્વ છે એ બાબતે કેટલાક ઉદાહરણ રજુ કયર્િ હતા. તેઓએ શિક્ષણ એ દરેકનો અધિકાર છે તથા સમાજ અને શિક્ષણનો સુભગ સમન્વય કેટલો સુંદર અને સંસ્કારી સમાજ રચી શકે તે બાબતે પ્રકાશ  પાડયો હતો. પી.એચ.ડી. નું ક્ષેત્ર હવે નવા વાઘા પહેરીને શિક્ષણ પ્રણાલીમાં એક નવી ઓળખ ઉભી કરશે એવો વિશ્વાસ દશર્વ્યિો હતો.

આ સંપૂર્ણ સેમિનારનાં ઉદ્દદોષક તરીકે એલ. જી. હરિઆ સ્કુલનાં વિવિધ ઈવેન્ટ કો-ઓર્ડીનેટર રાજ શાહ રહ્યા હતા, આ સેમિનાર નગરજનો માટે એક નવલું નજરાણું કહી શકાય એવો બની રહ્યો હતો, તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS