મુખ્યમંત્રી વિજય રુપાણી એ રાજ્યના સૌ નાગરિકોને કોરોના વાયરસ કોવિડ-૧૯ સંદર્ભે વિશેષ સલામતિ કાળજી રાખવા પ્રજાજોગ જાહેર અપિલ કરી છે. અને આ અપીલમાં રાજ્યના તમામ દર્શનીય સ્થળો ૨૫ માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી રાણકીવાવ અને વિવિધ જાહેર સ્થળો નો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં રાજ્ય સરકારે શરૂઆતથી જ તકેદારીના અનેકવિધ પગલાંઓ ઉપાયો હાથ ઘરેલા છે. રાજ્યમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ, સુરતમાં રાજ્ય બહારથી આવનારા સૌ મુલાકાતીઓનું સ્ક્રીનીંગ હાથ ઘરવામાં આવી રહ્યું છે.
ભારત સરકારની અને ડબલ્યુએચઓની માર્ગદર્શિકા પ્રમાણે અસરગ્રસ્ત દેશોમાંથી આવતા પ્રવાસીઓનું ૩ કેટેગરીમાં વિભાજન કરીને જરૂર જણાય આઇસોલેટ અથવા કોરેન્ટાઇન પણ કરીએ છીએ. રાજ્યની હોસ્પિટલોમાં સારવાર, નિદાનની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલોનો સહયોગ પણ આઇસોલેશન વોર્ડસ તૈયાર કરવા માટે લેવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં શાળા-કોલેજમાં બાળકોમાં કે અન્યમાં આ રોગ ફેલાય નહીં તે માટે સરકારે ૨૯ માર્ચ સુધી શાળા-કોલેજ, ટ્યૂશનક્લાસ, સિનેમાઘરો, સ્વિમીંગ પૂલ બંધ રાખવાનો પણ નિર્ણય કરેલો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.જાહેર પરિવહન સેવાના સ્થળો, એસટી બસ ડેપો, એસ.ટી.બસ, શહેરી બસ સેવાઓને પણ રોજરોજ સેનીટાઇઝ કરવામાં આવે છે. આ વાયરસ ડ્રોપલેટથી વધુ ફેલાય છે એટલે રાજ્યમાં જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ પણ ફરમાવી દેવાયો છે.હાથ મિલાવાની જગ્યાએ નમસ્તે દ્વારા અભિવાદન કરીએ, સાબુ કે સેનેટાઇઝર દ્વારા વારંવાર હાથ ધોઇએ, જાહેરમાં થૂંકીએ નહીં, ઉઘરસ કે છીંક શર્ટની બાય અથવા રૂમાલમાં ખાવી અને કફ અટિકેટ જાળવવી જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું.
રોગપ્રતિકારક શક્તિ ઘટે તેવા સંજોગોમાં આ રોગ ઝડપથી લાગું થાય છે, જેને ધ્યાને લઇ ખાસ કાળજી લેવી જોઇએ. જેમ કે ભુખ્યા પેટે બહાર નીકળવું નહીં, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહીં લેવું, નિયમિત યોગ વ્યાયામ કરવો, પૂરતો આરામ લેવો, પૌષ્ટીક આહાર લેવો વગેરે બાબતો અવશ્ય અપનાવી. સીનીયર સીટીઝન જેમની ઉંમર ૬૦ વર્ષથી વધુ હોય તેઓ અને એવા વ્યક્તિઓ જેમને અન્ય બીમારીઓ જેવી કે ડાયાબિટીસ, હાયપરટેન્શન, અસ્થમા વગેરે હોય તેઓએ શક્ય હોય ત્યાં સુધી હોમ કોરેન્ટાઇન રહેવું અને વિશેષ કાળજી લેવી જોઇએ. સાડા ૬ કરોડ ગુજરાતીઓએ પણ રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી રહેલા રોગ અટકાયત પગલાં, જનજાગૃતિ અભિયાનમાં જે સહયોગ કર્યો છે તેના પરિણામે ગુજરાતમાં કોરોનાનો પગપેસારો થયો નથી. પરંતુ સૌ સાથે મળીને વિશેષ તકેદારી, કાળજી અને આરોગ્ય પ્રત્યે સચેત રહેશું તો ભવિષ્યમાં પણ આ વાયરસ ગુજરાતમાં નહીં જ પ્રવેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ સૌ નાગરિક ભાઇ-બહેનો, સમાજ વર્ગો, ઘર્મ-સંપ્રદાયો બધાને અપીલ કરતા કહ્યું કે, કોરોના વાયરસથી બચવા માટેની જે માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે તેનું અવશ્ય પાલન કરવું જોઇએ. આપણે સૌ ભારત સરકાર, ડબલ્યુએચઓ અને રાજ્યના સેવાવ્રતી આરોગ્ય કર્મીઓની સુચનાઓનું પાલન કરવું જોઇએ.નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય કર્મીઓ, તબીબો, નર્સ બહેનો, આશા વર્કરો દિવસ-રાત ખડેપગે આ વાયરસથી રાજ્યના નાગરિકો-પ્રજાજનોને સલામત રાખવા માટે સજ્જ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલા દર્દી અને સ્ટાફ વચ્ચે બબાલ
April 19, 2021 08:05 PMરાજકોટ : સોની પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ, નિવેદન લેવા આવેલી પોલીસને રૂમમાં પૂરી દીધી
April 19, 2021 08:03 PMગુજરાતમાં કોરોનાનાં કેસમાં સતત વધારો : આજે 11403 કેસ અને 117ના મોત
April 19, 2021 07:58 PM