રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2.35 કરોડ પર પહોચ્યો

  • June 24, 2021 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યનાં મોટાં શહેરોમાં વેક્સિન ચાલી રહ્યુ છે...જેમાં સૌથી વધુ વેક્સિનેશન વડોદરા શહેરમાં થયું છે...અત્યાર સુધીની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં 70 ટકા વેક્સિનેશન થઈ ચૂક્યુ છે...જ્યારે અન્ય શહેરોની વાત કરીએ તો રાજકોટમાં 58 ટકા , અમદાવાદમાં 53 ટકા અને સુરતમાં 46 ટકાને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે...રાજ્યમાં બુધવારે 4.48 લાખ લોકોને રસી અપાઈ હતી...જો છેલ્લા પાંચ દિવસની વાત કરીએ તો રાજ્યમાં 19 લાખ નાગરિકોને રસી આપી દેવામાં આવી છે...આ સાથે રાજ્યમાં કુલ રસીકરણ 2.35 કરોડ પર પહોંચી ગયું છે...જેમાં 1.84 કરોડ લોકોને પહેલો ડોઝ અપાઈ ગયો છે, જ્યારે 50 લાખ લોકોને બીજો ડોઝ જ હાલ સુધી આપવામાં આવ્યો છે...18 વર્ષથી ઉપરના અંદાજે 4.93 કરોડ લોકોમાંથી 37 ટકાને પહેલો અને 10 ટકાને બન્ને ડોઝ અપાયા છે... રિપોર્ટ મુજબ રાજ્યમાં 18થી 45 વર્ષની વયના અંદાજે 3.09 કરોડ લોકો જ્યારે 45 વર્ષની ઉપરના અંદાજે 1.83 કરોડ લોકો છે...રાજ્યમાં સતત ત્રીજા દિવસે 4 લાખથી વધુ રસીકરણ થયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS