કોરોનાના કેસ વધતાં આ શહેરમાં 26 માર્ચથી 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન

  • March 24, 2021 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

દેશભરમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રની છે. રાજ્યમાં વધતાં કોરોનાના કેસને લઈ સરકાર એક પછી એક આંકરા નિર્ણય લઈ રહી છે. ત્યારે વધુ એક કડક નિર્ણય મહારાષ્ટ્રને લઈને લેવામાં આવ્યો છે. 

 

 

મહારાષ્ટ્રના નાંદેડ અને બીડમાં કોરોનાના સતત વધતાં કેસને લઈને વહીવટી તંત્ર દ્વારા આગામી 26 માર્ચથી લઈ અને 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. આ સમય દરમિયાન કડક લોકડાઉનનું પાલન કરવામાં આવશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે જેના કારણે કોરોનાના સંક્રમણની ચેઈનને તોડી શકાય.

 

 

લોકડાઉન જાહેર થયું તે વાતને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે ફરી એકવાર દેશના કેટલાક ભાગોમાં લોકડાઉનનો તબક્કો શરુ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોનાના કેસમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધારો નોંધાઈ રહ્યો છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS