BREAKING NEWS

દ્વારકા જિલ્લામાં કુલ ૬૩૪ બી.એલ.ઓ.અંદાજિત ૬ લાખ કરતા વધારે મતદારોનો સંપર્ક કરશે

  • November 07, 2025 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ૧૨ રાજ્યોમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન-જઈંછની પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપવામાં આવતાં સમગ્ર ગુજરાતની સાથે દેવભૂમિ દ્વારકામાં પણ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જઈંછની મહત્વની પ્રક્રિયા-ઘરે ઘરે જઈને મતદારોની ચકાસણી મંગળવાર ૦૪ નવેમ્બરથી હાથ ધરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૬૩૪ બીએલઓ દ્વારા અંદાજિત ૬ લાખ જેટલા મતદારોની મુલાકાત લઈને એક મહિના સુધી મતદારોની સઘન ચકાસણી કરશે.


બીએલઓએ મતદારોને રૂબરૂ મળીને તેમની પાસે નિયત ફોર્મ ભરાવવાનું રહેશે. આ ફોર્મમાં મતદારોએ વિગતો ભરવાની રહેશે. ૨૦૦૨ની યાદીમાં મતદારોના અલગ સ્થળે નામ હોય તો તે પણ ધ્યાને લેવામાં આવશે. સરનામુ બદલાયું હોય કે સ્થળ બદલાયું હોય તે બાબતોની વિગતો રજૂ કરવાની રહેશે. મતદારો ૨૦૦૨માં ક્યા સરનામે નોંધાયેલા હતા તેની પ્રાથમિક વિગતો પરથી મતદાર યાદીની વિસ્તૃત વિગતો એટલે કે ભાગ નંબર, બૂથ નંબર વગેરે શોધવા પણ ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. 


બીએલઓ જ્યારે ઘરે આવે ત્યારે નિયત ફોર્મમાં મતદારે વિગતો ભરવાની રહેશે. એક પરિવારમાં જેટલા મતદાર હશે, તે તમામે અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે. ફોટા સાથેની મતદાર યાદી બીએલઓ પાસે રહેશે. ફોર્મની સાથે તેઓ નવો ફોટો આપી શકશે.


બીએલઓ જ્યારે ઘરે આવે ત્યારે પરિવારના તમામ મતદારોની માહિતી સાથેનું મતદાર દીઠ ફોર્મ ભરવાનું રહેશે. તેમને જરૂરી વિગતો આપવાની રહેશે. જે મતદારો વર્ષ ૨૦૦૨ પછી ૧૮ વર્ષના થયા છે અને નામ મતદાર યાદીમાં નોંધાયેલું છે, તો તેઓ તેમના માતા-પિતાનું ૨૦૦૨ની યાદીમાં નામ હોવાની વિગતો આપી શકશે. 
​​​​​​​

વધુમાં બીએલઓ આવે ત્યારે ઘર બંધ હશે તો? બીએલઓની મુલાકાત દરમિયાન ઘર બંધ હશે તો તે અલગ અલગ સમયે કુલ ત્રણ વખત મુલાકાત લેશે અને આસપાસમાં પુછીને ઘર બંધ હોવાની નોંધ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application