આ છે દેશના સૌથી 10 પ્રસિદ્ધ વિધ્નહર્તાના મંદિર, ગુજરાતમાં નથી એક પણ મંદિર

  • September 14, 2021 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભગવાન ગણેશને ઈચ્છા પૂરી કરનાર દેવતા માનવામાં આવે છે. તેની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે. ગણપતિ બધા લોકોની મુશ્કેલીઓને હરતા હોવાથી તેમને વિઘ્નહર્તા પણ કહેવાય છે. દેશભરમાં ગણપતિ બાપ્પાના ઘણા પ્રખ્યાત મંદિરો આવેલા છે. આજે આપણે દેશના મુખ્ય દસ મંદિરો વિશે માહિતી મેળવીયે. 

 

1. સિદ્ધિ વિનાયક મંદિર

 

મુંબઈ, મહારાષ્ટ્રમાં સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ મંદિરનું નિર્માણ 19 નવેમ્બર, 1801ના રોજ ગુરુવારના દિવસે પૂર્ણ થયું હતું. આ મંદિર મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં કાકા સાહેબ ગાડગીલ માર્ગ પર આવેલું છે.

 

2. અષ્ટવિનાયક મંદિર

 

અષ્ટવિનાયક મંદિર મહારાષ્ટ્રમાં આવેલું છે. અષ્ટવિનાયક મંદિરો ગણપતિ પૂજા માટે વિશેષ મહત્વના માનવામાં આવે છે. આ મંદિર પુણેમાં આવેલું છે. આ આઠ મંદિરોનું પૌરાણિક મહત્વ પણ છે. અહીં બિરાજેલી  મૂર્તિઓને સ્વયંભૂ માનવામાં આવે છે.

 

3. ખજરાના ગણેશ મંદિર

 

આ મંદિર મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં આવેલું છે. આ સ્વયંભુ મંદિર છે. દેશ -વિદેશમાંથી ભક્તો આ મંદિરમાં તેમની ઈચ્છાઓ પુરી કરવા આવે છે. અહીં ગણેશની 3 ફૂટ ઉંચી પ્રતિમા આવેલી છે. આ પ્રતિમા 286 વર્ષ પહેલા સ્થાપિત કરવામાં આવી હતી.

 

4. ચિંતામણ ગણેશ મંદિર

 

આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક મહાકાલેશ્વર શહેર ઉજ્જૈનમાં સ્થિત છે. અહીં ગર્ભગૃહમાં પ્રવેશતા જ ગણપતિજીની ત્રણ મૂર્તિઓ જોવા મળે છે. પહેલું ચિંતામણ, બીજું ઇચ્છામન અને ત્રીજું
સિદ્ધિવિનાયક ગણેશ. ચિંતામણ ગણેશને પરમાર્કલિન માનવામાં આવે છે.

 

5. રણથંભોર ગણેશ મંદિર

 

આ મંદિર રાજસ્થાનના રણથંભોરમાં આવેલું છે. ભગવાન ગણેશના ત્રિનેત્ર સ્વરૂપને જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે. આ મંદિર લગભગ 1000 વર્ષ જૂનું માનવામાં આવે છે. તે રણથંભોર કિલ્લામાં સૌથી ઉંચાઈ પર આવેલું મંદિર છે. 

 

6. ડોડા ગણપતિ મંદિર

 

આ મંદિર કર્ણાટકના બેંગલુરુમાં આવેલું છે. IT સિટી હોવા ઉપરાંત, ડોડા ગણપતિ મંદિરના કારણે બેંગલુરુ દેશભરમાં પણ ઓળખાય છે. 

 

7. ગણેશ ટોક મંદિર

 

આ મંદિર સિક્કિમના ગંગટોકમાં આવેલું છે. બૌદ્ધ ધર્મના આ સ્થાન પર આવેલ આ ગણેશ મંદિર તેની સુંદરતા અને ઉત્તમ સ્થળ માટે પ્રખ્યાત છે. મંદિર પરિસરમાં ભગવાન ગણેશની વિશાળ અને સુંદર પ્રતિમા જોવા મળે છે.

 

8. ડોડીતાલનું મંદિર 

 

ઉત્તરાખંડમાં ડોડીતાલને ભગવાન ગણેશનું જન્મસ્થળ માનવામાં આવે છે. અહીં માતા અન્નપૂર્ણાનું પ્રાચીન મંદિર પણ છે. ગણેશ જીને સ્થાનિક ભાષામાં ડોડી રાજા કહેવામાં આવે છે.

 

9. મધુર મહાગણપતિ મંદિર

 

આ મંદિર ભારતના સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક માનવામાં આવે છે. તે કેરળમાં મધુવાહિની નદીના કિનારે આવેલું છે. આ મંદિર 10મી સદીનું માનવામાં આવે છે. અહીં સ્થાપિત ભગવાન ગણેશની મૂર્તિ ન તો માટીની છે અને ન તો પથ્થરની. તે હજુ સુધી જાણી શકાયું નથી કે તે શેનું બનેલું છે.

 

10. મનાકુલા વિનયગર મંદિર

 

આ મંદિર પુડુચેરીમાં આવેલું છે. તે ખૂબ જ પ્રાચીન મંદિરોમાંનું એક છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે ભગવાનની મૂર્તિ ઘણી વખત દરિયામાં ફેંકવામાં આવી હતી, પરંતુ દરેક વખતે મૂર્તિ એક જ જગ્યાએ ફરી પછી પ્રગટ થતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS