ચીફ સેક્રેટરી સહિત રાજ્યના ટોચના અધિકારીઓના રાજકોટમાં ધામા

  • August 02, 2021 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકાર દ્રારા આયોજિત સેવા સેતુના અને અન્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સાથો સાથ ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ, પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાસનાથન, એડિશનલ ચીફ સેક્રેટરી સુનયના તોમર, સચિવ કે.કે. નિરાલા સહિતના ગુજરાત સરકારના ટોચના અધિકારીઓ રાજકોટ આવી પહોંચ્યા હતા. આ તમામ અધિકારીઓ આજે સેવા સેતુના કાર્યક્રમ સહીત અન્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના અધિકારીઓ ઉપરાંત રાજકોટ જિલ્લા કલેકટર અણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ પણ અલગ–અલગ કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાયકક્ષાના મંત્રી ઇશ્વરભાઇ પરમાર સવારથી જ મુખ્યમંત્રી સાથે આખો દિવસ રહ્યા હતા અને જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS