કાલે શિવરાત્રી: ભગવાન ભોળાનાથની આરાધના

  • February 20, 2020 12:10 PM 83 views

  • હર...હર... મહાદેવનો નાદ ગુંજશે
     

આવતીકાલે સૌરાષ્ટ્ર્ર શિવમય બનશે. હર હર મહાદેવનો નાદ ચારે તરફ ગુંજશે. વહેલી સવારતી શિવજીની ભકિતમાં શિવભાવિકો લીન થઈ જશે. રાજકોટ સહિત સોમનાથ, ઈશ્ર્વરિયા, જડેશ્ર્વર તથા ગામે ગામે શિવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે.


કોઠારિયા કોલોનીના આસ્થાના પ્રતીકસમા કોટેશ્ર્વર મહાદેવ મંદિરે તા.૨૧ને શુક્રવારે મહાશિવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. કોટેશ્ર્વર મહાદેવ મંદિરે શિવરાત્રીના ધર્મભીના આયોજન રાખેલ છે. સવારે મંગળા આરતી કરાશે, સવારે ૯ કલાકે ધ્વજારોહણ કરવામાં આવશે. સવારથી ભોળાનાથને રિઝવવા ભાવિકો દ્રારા જલાભિષેક, દુગ્ધાભિષેક, બિલીપત્ર, શેરડીનો રસ, મધ, તલ, ઘી ચડાવવામાં આવશે અને પૂજન કરવામાં આવશે. બપોરે ૧૨ કલાકે ભગવાન ભોળાનાથની મહાઆરતી કરવામાં આવશે. આ સાથે ભોળાનાથને પ્રિય ભાંગની પ્રસાદી વિતરણ કરવામાં આવશે. બપોરે ૩ કલાકે કોટેશ્ર્વર ગ્રુપ દ્રારા શિવજીયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સાંજે કોટેશ્ર્વર મહિલા મંડળ દ્રારા ધૂન–ભજનની રમઝટ બોલાવવામાં આવશે. સાંજે ૧૦૮ દીપદાન દીપમાળાની ઓમકાર મહાઆરતી કરવામાં આવશે સાથે શ્રૃંગાર–દર્શન રાખેલ છે તેમજ રાત્રે ચારપ્રહરની મહાઆરતી અને પૂજા કરવામાં આવશે.


આ સાથે સમગ્ર મંદિર હર હર મહાદેવના ગગનચૂંબી નાદથી ગુંજી ઉઠશે. ભાવિકો દ્રારા ઉપવાસ રાખી મહાશિવરાત્રીના દિવસે પૂણ્યનું ભાથું બાંધશે. જીવને શિવમાં પરોવવાનો શ્રે અને દિવ્ય અવસર એટલે મહાશિવરાત્રી છે. શિવભકિત કરવાથી જન્મ–મરણના બંધનોમાંથી મુકત થઈને શિવલોક પામે છે. ધર્મપ્રેમી ભાવિકોને મહાશિવરાત્રીના મંગલકારી દર્શન તેમજ મહાઆરતીનો લાભ લેવા કોટેશ્ર્વર પરિવારના વિક્રમસિંહ જાડેજા (શિવ ઉપાસક), મહેન્દ્રસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, પરેશભાઈ કારિયા, રશ્ર્વિનભાઈ જાદવ, સિધ્ધરાજસિંહ જાડેજા, હિતેષ મિક્રી, કિરીટસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, સંદીપભાઈ સોલંકી, જયભાઈ આસોડિયા, હેમલભાઈ ચૌહાણ, કલ્પેશ ઠાકર, શનિ જાદવ, હિતેષભાઈ સોલંકી, અજય સોલંકી, જયેન્દ્રસિંહ જાડેજા, ધર્મદીપસિંહ જાડેજા, પ્રતાપસિંહ જાડેજા, હરદેવસિંહ ઝાલા, યશપાલસિંહ ઝાલા, મનોજ મકવાણા, કુલદીપ ઝાલા, ઋષિરાજસિંહ જાડેજા તથા મનસુખગિરિ બાપુ (પૂજારી) સહિતનાએ અનુરોધ કર્યેા છે તેમ મંદિરની યાદીમાં જણાવેલ છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application