આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી જામનગર અને કચ્છની મુલાકાતે

  • April 17, 2021 03:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાની કોર કમિટીના સભ્યો આવતીકાલે તા. 17 એપ્રિલ 2021ના રોજ સવારે 11.00 કલાકે જામનગર તેમજ બપોર બાદ કચ્છ કલેક્ટર કચેરી ખાતે  ઉચ્ચસ્તરીય બેઠક યોજીને શહેર અને જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના પ્રભાવિત ગુજરાતના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કોર ગ્રુપે વિવિધ શહેરોની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ ઉપર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને નિર્ણયો કરવાનું નક્કી કરાયું છે, જેના ભાગરૂપે અગાઉ મોરબી, રાજકોટ અને પાટણ જિલ્લામાં બેઠક પૂર્ણ કરી વહીવટી તંત્રને જરૂરી સૂચનો કરાયા હતા.  

 

 

રૂપાણી આજે આઈએમએના સભ્યો સાથે ચર્ચા કરશે
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે તા. 16 એપ્રિલે સાંજે 4.00 કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, કચ્છ, મહેસાણા અને આણંદના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્યો સાથે કોરોના નિયંત્રણ સંદર્ભે ગાંધીનગરથી સંવાદ કરશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS