પેરાલિમ્પિક્સનો એક મેડલ 1.36 કરોડનો અને ઓલિમ્પિક્સનો એક મેડલ 152 કરોડનો, જાણો શું છે આ ગણિત

  • September 07, 2021 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટોક્યો પેરાલિમ્પિક્સ રવિવારે સમાપ્ત થઈ. ભારતે 19 મેડલ જીતીને યાદગાર પ્રદર્શન કર્યું. તેના 53 વર્ષના ઇતિહાસમાં ભારતે પેરાલિમ્પિક્સમાં કુલ 31 મેડલ જીત્યા છે. આમાંથી, આ વખતે 19 એટલે કે 61 ટકા મેડલ જીત્યા. ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગઈ હતી. દેશના 54 પેરા રમતવીરોએ 9 રમતોમાં ભાગ લીધો હતો. આમાંથી 19 મેડલ જીત્યા. એટલે કે દરેક ત્રીજો ખેલાડી મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. પેરાલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં આ ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.

 

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં પણ ભારતીય રમતવીરોએ સફળતાના નવા રેકોર્ડ બનાવ્યા. ભારતે આ ગેમ્સના 121 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રેકોર્ડ 7 મેડલ જીત્યા હતા. જેમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતમાંથી 126 ખેલાડીઓએ આ રમતોમાં ભાગ લીધો હતો અને તેમાંથી 7 મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. એટલે કે, દરેક 18મા ખેલાડીએ મેડલ જીત્યો. પેરા એથ્લેટ્સના પ્રદર્શનની દ્રષ્ટિએ આ પ્રદશન નબળું ગણાય.

 

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે રેકોર્ડ 7 મેડલ જીતીને 48 મું સ્થાન મેળવ્યું હતું, જ્યારે પેરાલિમ્પિક્સ મેડલ ટેલીમાં ભારત 19 મેડલ સાથે 24 માં સ્થાને રહ્યું હતું. પેરા રમતવીરોની આ સફળતા પણ તેના કારણે મોટી છે. કારણ કે છેલ્લા 5 વર્ષમાં ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ કરતા તેમની તાલીમ પાછળ ઘણા ઓછા પૈસા ખર્ચવામાં આવ્યા છે. સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આંકડા પરથી આ વાસ્તવિકતા સમજી શકાય છે.

 

પેરાલિમ્પિક્સ માટે તાલીમનો ખર્ચ ઓલિમ્પિક કરતાં 40 ગણો ઓછો 

 

છેલ્લા 5 વર્ષમાં, ટોક્યો ઓલિમ્પિકની તૈયારીઓ માટે જુદી જુદી યોજનાઓ હેઠળ ખેલાડીઓ પર 1065 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. આ જ સમયગાળામાં, પેરાલિમ્પિક્સની તૈયારીઓ પર કુલ 26 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. તેમાંથી 6 કરોડ રૂપિયા TOPS એટલે કે મિશન ઓલિમ્પિક પોડિયમ યોજના હેઠળ ખર્ચવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 20 કરોડ રૂપિયા તાલીમ અને સ્પર્ધાના વાર્ષિક કેલેન્ડરના નામે ખર્ચવામાં આવ્યા હતા. જે ઓલિમ્પિકની તૈયારીઓ પાછળ ખર્ચવામાં આવેલી રકમ કરતા લગભગ 40 ગણી ઓછી છે.


1.36 કરોડના ટોક્યો પેરાલિમ્પિક્સમાં એક મેડલ

 

ખેલાડીઓ પર થતા ખર્ચ અને તે સરખામણીમાં જીતેલા મેડલોની દ્રષ્ટિએ પેરા એથ્લેટ્સનું પ્રદર્શન ઓલિમ્પિક કરતાં ઘણું સારું માનવામાં આવે છે. પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા ખેલાડીઓ પર 26 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને તેઓ 19 મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. એટલે કે, એક મેડલની કિંમત 1.36 કરોડ રૂપિયા હતી. બીજી બાજુ, ટોક્યો ઓલિમ્પિકની તૈયારીમાં 1065 કરોડનો ખર્ચ થયો અને 7 મેડલ આવ્યા. એટલે કે 1 ઓલિમ્પિક મેડલ જીતવા માટે 152 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે પેરાલિમ્પિક્સ કરતા ઘણી વધારે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021