કાલે ટોક્યો ઓલમ્પિક ખુલ્લો મુકાશે : ઓપનિંગ સેરેમનીમાં થોડા ખેલાડીઓ જ લેશે ભાગ

  • July 22, 2021 09:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોવિડ-19 ના સંક્રમણને જોતાઆવતીકાલે ટોક્યો ઓલિમ્પિક રમતના ઉદ્ધાટન સમારોહમાં ભારતીય ખેલાડીઓની ભાગીદારી ઓછી રાખવામાં આવશે અને દળના માત્ર 6 અધિકારીઓને જ આમાં ભાગ લેવાની સ્વીકૃતિ મળી છે. ભારતના મિશન ઉપપ્રમુખ પ્રેમ કુમાર વર્માએ જણાવ્યુ કે, જે ખેલાડીઓને પછીના દિવસે પ્રતિયોગિતામાં ભાગ લેવાનો છે તેમને ઉદ્ધાટન સમારોહમાં ભાગ ન લેવાની સલાહ આપવામાં આવે છે.

 

ભારતીય ઓલિમ્પિક સંઘના મહાસચિવ રાજીવ મેહતાએ કહ્યુ કે, સંક્રમણના જોખમને જોતા વધારે ખેલાડીઓને ઉદ્ઘાટન સમારોહમાં રાખવામાં નહી આવે. મેહતાએ કહ્યુ આપણે ઓછા ખેલાડીઓને ઉતારવાની કોશિશ કરીશુ. દળના પ્રમુખ અને ઉપ પ્રમુખ ખેલાડીઓની સંખ્યા પર નિર્ણય લેશે.અમારો અભિપ્રાય છે કે, મહત્વપૂર્ણ સમયમાં તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઓછામાં ઓછા ખેલાડીઓએ ભાગ લેવો જોઇએ.

 

રમતમાં ભારતના 120 થી વધારે ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. જ્યારે ભારતીય દળમાં અધિકારીઓ, કોચ અને અન્ય સહયોગી સ્ટાફ સહિત કુલ 228 સભ્યો સામેલ છે. વર્માએ મિશન પ્રમુખની બેઠક બાદ અધિકારીઓના નામ પર ખુલાસો નથી કર્યો જે આમાં સામેલ થશે. સમારોહમાં છ (પ્રત્યેક દેશમાંથી) અધિકારીઓને ભાગ લેવાની સ્વીકૃતિ આપવામાં આવશે. જો કે ખેલાડીઓ પર કોઇ સીમા નહીં હોય.

 

જે ખેલાડીઓને પછીના દિવસે પ્રતિયોગિતા છે તેમને સલાહ આપી છે કે, તેઓ સમારોહમાં ભાગ ન લે અને પોતાની રમત પર ધ્યાન આપે. સમારોહ અડધી રાત સુધી ચાલવાનો છે માટે સારુ રહેશે કે તેઓ પછીના દિવસે થનારી પ્રતિયોગિતા માટે આરામ કરે.

 

ભારતે ઉદ્ધાટન સમારોહ માટે પુરુષ હૉકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને છ વારની વિશ્વ ચેમ્પિયન મહિલા મુક્કેબાજ મેરીકોમને ધ્વજાવાહક બનાવાયા છે. મેરીકોમને પછીના દિવસે રમતમાં ભાગ લેવાનો નથી. પરંતુ મનપ્રીત પછીના દિવસે ન્યૂઝીલેન્ડ વિરુધ્ધ પૂલ એ મેચમાં ભારતીય ટીમની આગેવાની કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application