ટોક્યો ઓલિમ્પિક્સ: ભારતને તરણમાં સાજન પ્રકાશ પાસેથી ચંદ્રકની અપેક્ષા છે

  • July 21, 2021 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાજન પ્રકાશ ઓલિમ્પિક 'એ' ક્વોલિફિકેશન ટાઈમ પાર કરનાર પ્રથમ ભારતીય તરણવીર છે. તે ટોક્યો ઓલિમ્પિક્સમાં 200 મીટર બટરફ્લાયમાં ભારત તરફથી ભાગ લેશે.

 

 

2016 રિયો ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર તે એકમાત્ર ભારતીય ખેલાડી હતો. જો કે, રિયોમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું; અને તે 200 મીટર બટરફ્લાય ઇવેન્ટમાં 28 માં સ્થાને હતો. 

 

 

કેરળના ઇડુક્કીમાં જન્મેલા સાજન પ્રકાશે માત્ર પાંચ વર્ષની ઉંમરે તરવાનું શરૂ કર્યું હતું. 2015 માં સાજને કેરળમાં યોજાયેલી 35 મી રાષ્ટ્રીય રમતોમાં તેણે 6 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ જીતીને હેડલાઇન્સ બનાવ્યા હતા. આ પ્રદર્શનને કારણે, તેને આ રમતોના સર્વશ્રેષ્ઠ એથ્લેટ તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા. પછી 2017 એશિયન ઇન્ડોર ગેમ્સમાં, તે 100 મીટર બટરફ્લાય ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. 

 

 

આ પછી, સાજન પ્રકાશે 2018 એશિયન ગેમ્સમાં કુલ ચાર ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો. જ્યાં તેણે 200 મીટર બટરફ્લાયમાં પાંચમા સ્થાને સારું પ્રદર્શન કર્યું હતું. તે જ વર્ષે, તેણે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સની 200 મીટર બટરફ્લાય ઇવેન્ટમાં આઠમું સ્થાન મેળવ્યું હતું. 

 

 

ટોક્યોની જર્ની: સાજન પ્રકાશે જૂન 2021 માં રોમમાં આયોજિત સેટ્ટે કોલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને ટોક્યો માટે ક્વોલિફાય કર્યું હતું.આ ટૂર્નામેન્ટમાં, તેણે પુરુષોની 200 મીટર બટરફ્લાય ઇવેન્ટમાં 1 મિનિટ 56:38 સેકન્ડનો સમય લીધો હતો.

 

 

તાજેતરનું પ્રદર્શન: ઓલિમ્પિક માટે 'એ' કટ મેળવ્યાના એક દિવસ પછી, સાજન પ્રકાશે સેટે કોલી ટ્રોફીમાં 200 મીટર ફ્રી સ્ટાઇલમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ ફેડરેશન (એફઆઇએનએ) ની માન્યતા પ્રાપ્ત કરનાર આ ઓલિમ્પિક ક્વોલિફાયરે, વિરવવલ ખાડેનો 13 વર્ષ જુનો રેકોર્ડ તોડી દીધો હતો. ખાડેએ 2008 કોમનવેલ્થ યુથ ગેમ્સમાં 200 મીટર ફ્રીસ્ટાઈલમાં 1 મિનીટ, 49: 86 સેકન્ડ્સનો સમય લીધો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application