આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે રમાશે પ્રથમ ક્વોલિફાયર : રેકોર્ડનો વરસાદ થશે

  • May 23, 2023 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પ્રથમ ક્વોલિફાયરની વિજેતા ટીમ સીધી ફાઇનલમાં જશે જ્યારે હારનાર ટીમ એલિમિનેટર મેચની વિજેતા ટીમ સાથે બીજી ક્વોલિફાયર રમશે




IPL-2023નો લીગ તબક્કો પૂરો થઈ ગયો છે. હવે પ્લેઓફનો વારો છે. આજથી પ્લેઓફનો પ્રારંભ થઈ રહ્યો છે. ચાર ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. વર્તમાન વિજેતા ગુજરાત ટાઇટન્સ અને ચાર વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ સિવાય મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો પણ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. પ્રથમ ક્વોલિફાયર મેચ આજે ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાવાની છે. આ મેચમાં બંને ટીમના કેટલાક ખેલાડીઓ રેકોર્ડ બનાવી શકે છે.




ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આઇપીએલ 2023ની પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આમને-સામને થશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.




પ્રથમ ક્વોલિફાયરની વિજેતા ટીમ સીધી ફાઇનલમાં જશે જ્યારે હારનાર ટીમ એલિમિનેટર મેચની વિજેતા ટીમ સાથે બીજી ક્વોલિફાયર રમશે. લીગ તબક્કામાં ગુજરાત અને ચેન્નઈ વચ્ચે માત્ર એક જ મેચ રમાઈ હતી, જે ગુજરાતે પાંચ વિકેટે જીતી હતી. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાની ટીમ એક અલગ જ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે.




જોકે, આ મેચ ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ પર રમાશે, જ્યારે ગુજરાતે લીગ સ્ટેજમાં ચેન્નાઈને ઘરઆંગણે હરાવ્યું હતું. આવી સ્થિતિમાં ચેન્નાઈની ટીમને ઘરઆંગણે ફાયદો થવાની પૂરી આશા છે.




ઉલ્લેખનીય છે કે, IPLના ઈતિહાસમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ ગુજરાત ટાઈટન્સ સામે એક પણ મેચ જીતી શકી નથી. IPL 2022માં ડેબ્યૂ કરનાર ગુજરાતે અત્યાર સુધીમાં ચેન્નઈ સામે ત્રણ મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે.



જો આપણે ચેન્નઈ અને ગુજરાત વચ્ચેની મેચમાં જીતના અંદાજની વાત કરીએ તો આ મેચમાં ગુજરાત ટાઇટન્સનો હાથ ઉપર છે. જોકે, ધોનીની ટીમને તેના ઘરમાં હરાવવી સરળ નથી. આવી સ્થિતિમાં આ મેચ રોમાંચક રહેવાની આશા છે. અત્યારે આ મેચમાં ચેન્નઈનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે.



ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એકવાર પોતાની ટીમને ટાઈટલ અપાવવાનો પ્રયાસ કરશે. જો પંડ્યા ચેન્નાઈ સામેના ક્વોલિફાયરમાં વધુ બે વિકેટ લે છે તો તે ટી20માં તેની 150 વિકેટ પૂરી કરી લેશે. રવિન્દ્ર જાડેજા પણ પોતાનું નામ નોંધાવી શકે છે. જો આ ડાબોડી બેટ્સમેન વધુ બે સિક્સર ફટકારે તો તે IPLમાં પોતાની 100 સિક્સર પૂરી કરી લેશે.



જો જાડેજા વધુ એક વિકેટ લેશે તો તે IPLમાં તેની 150 વિકેટ પણ પૂર્ણ કરી લેશે. આઈપીએલમાં અત્યાર સુધીમાં જાડેજાએ 149 વિકેટ ઝડપી છે. ચેન્નાઈનો બેટ્સમેન અંબાતી રાયડુ ટી-20 ક્રિકેટમાં 6000 રન પૂરા કરવાથી આઠ રન દૂર છે. આ સિવાય જો રાયડુ પાંચ ચોગ્ગા ફટકારે તો તે T20 ક્રિકેટમાં પોતાના 500 ચોગ્ગા પૂરા કરી લેશે.



ચેન્નાઈનો અજિંક્ય રહાણે પણ T20 ક્રિકેટમાં પોતાના 6000 રન પૂરા કરવાથી 78 રન દૂર છે. તે ગુજરાત સામે આવું કરી શકે છે. જો ગુજરાતનો ઇન-ફોર્મ બેટ્સમેન શુભમન ગિલ વધુ 41 રન બનાવશે તો તે T20માં તેના 3500 રન પૂરા કરશે. જો તે વધુ આઠ ચોગ્ગા ફટકારે તો તે ટી20 ક્રિકેટમાં તેના 350 ચોગ્ગા પણ પૂરા કરી લેશે. ગુજરાતના અલઝારી જોસેફે ટી20 ક્રિકેટમાં અત્યાર સુધી 99 વિકેટ ઝડપી છે. જો તે વધુ એક વિકેટ લેશે તો તે વિકેટની સદી ફટકારી લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application