આજે ચા-પાનની હોટેલો સહિતના 27 વ્યવસાયિક એકમો સીલ

  • April 21, 2021 03:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે તા. 20/04/2021 ના રોજ બપોર સુધીમાં ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેયર્િ વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહીત કુલ 27 વ્યવસાયિક એકમો સાત દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

 

 

આજે જે ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી છે તેમાં ગંગોત્રી તી સ્ટોલ, દોશી હોસ્પિટલ ચોક, જે મડી ડીલક્સ પાન, મવડી ચોકડી, જય ખોડીયાર હોટલ, મવડી ચોકડી, બાલાજી પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, મવડી ચોકડી, શ્રી જયશ્રી પાન એન્ડ હાઉસ, ચંદ્રેશનગર મેઈન રોડ, અશોક ડેકોર, ટાગોર રોડ, પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, રાજનગર ચોક, પરીવા લીમીટેડ, ટાગોર રોડ, લેપટોપ પેલેસ, ટાગોર રોડ, સિટી મોબાઈલ હાઉસ, કોઠારીયા રોડ, કનૈયા ટી. સ્ટોલ, અતિથિ છોક, ઈ-વન શુભમ ડીલક્સ  કોલ્ડ્રીંક્સ, ગોંડલ રોડ, જય અંબે સિલેક્શન, કોઠારીયા રોડ, શક્તિ હોટલ, પુષ્કરધામ રોડ, ગાત્રાળ માં ટી સ્ટોલ એન્ડ રાધે શ્યામ પાન, કોઠારીયા રોડ, શ્રી બહુચર પાન હાઉસ, 80 ફૂટ રોડ, રીધ્ધી ફેશન, કોઠારીયા રોડ, ગાયત્રી એસ્ટેટ બ્રોકર, એ.જી.ચોક, આશાપુરા ડીલક્સ પાન  કોલ્ડ્રીંક્સ, એ.જી.ચોક, આશાપુરા ટી સ્ટોલ, એ.જી.ચોક, ક્રિષ્ના, કોઠારીયા રોડ, રાધે શ્યામ દેરી ફાર્મ, કોઠારીયા રોડ, રાજલ પ્રોવિઝન સ્ટોર, ચુનારાવાડ રોડ, રામદેવ ઇલેક્ટ્રોનિક્સ, કોઠારીયા રોડ, ઓપો શો-રૂમ, કોઠારીયા રોડ, શ્રી શક્તિ ટી સ્ટોલ, કુવાડવા રોડ અને શિવ શક્તિ પાન કોર્નર, કુવાડવા રોડનો સમાવેશ થાય છે જે સાત દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS