આજે કોરોનાના સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને પહોંચી જશે બે આંકડે

  • June 15, 2021 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લામા ૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૧ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

 

 

ભાવનગરમાં સોમવારે માત્ર ૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે ૧૧ ડિસ્ચાર્જ થતા હવે ૧૩૭ દર્દીઓ સારવાર હેઠળ રહ્યા છે. જો આજે ૩૭થી વધુ ડિસ્ચાર્જ થાય તો સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ૧૦૦ની અંદર, બે આંકડામાં પહોંચી જાય તેવી શક્યતા બળવતર છે. 

 

 

સોમવારે ભાવનગર શહેરમાં ૧ પુરૂષ અને ૧ સ્રી તેમજ તાલુકાઓમાં ૧ પુરૂષ અને ૧ સ્રી મળી કુલ ૪ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧ અને તાલુકાઓમાં ૧૦ કેસ મળી કુલ ૧૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામાં નોંધાયેલા ૨૧,૩૮૦ કેસ પૈકી હાલ ૧૩૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૩ દર્દીઓનું અવસાન થયેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS