ફ્લોપ ફિલ્મી કરિયર પછી પણ નવાબો જેવી જિંદગી જીવે છે વિવેક ઓબેરોય, અરબોની સંપત્તિનો છે માલિક 

  • September 04, 2021 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય આજે બોલિવૂડનું એક મોટું નામ છે. વિવેકે પોતાની કારકિર્દીમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. આજે અભિનેતાનો જન્મદિવસ છે. અભિનેતાનો જન્મ 3 સપ્ટેમ્બર, 1976 ના રોજ હૈદરાબાદમાં થયો હતો. વિવેકના પિતા સુરેશ ઓબેરોય પણ બોલિવૂડના મહાન અભિનેતા છે. પરંતુ વિવેકે તેની ફિલ્મી કારકિર્દી માટે ક્યારેય પિતાનો હાથ પકડ્યો નથી, અને પોતાની આગવી શૈલીમાં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. 

 

વિવેકે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત રામ ગોપાલ વર્માની પ્રખ્યાત ફિલ્મ 'કંપની'થી કરી હતી. આ ફિલ્મ વર્ષ 2002માં રિલીઝ થઈ હતી. જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ ડેબ્યૂ એક્ટર માટે ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ અભિનેતાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું, જેમાં 'દમ', 'સાથિયા', 'યુવા' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આજે, અભિનેતાના જન્મદિવસ પ્રસંગે, આપણે તેની નેટવર્થ વિશે માહિતી મેળવીયે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vivek Oberoi (@vivekoberoi)

 

એક રિપોર્ટ અનુસાર, વિવેકની નેટવર્થ 15 મિલિયન યુએસ ડોલરની આસપાસ છે. જે રૂપિયામાં અંદાજિત  110 કરોડ આંકવામાં આવે છે. વિવેકે તેના પૈસા બીજા અન્ય મોટા વ્યવસાયમાં રોક્યા છે. આ સાથે તેનું 'ઓબેરોય મેગા એન્ટરટેઇનમેન્ટ' નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે. આ સિવાય વિવેકે તેના પૈસા રિયલ એસ્ટેટમાં પણ રોક્યા છે. જ્યાં તેમની એક કંપનીનું નામ કર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ છે. વિવેક ઓબેરોયની આ કંપનીની સાઇટ મહારાષ્ટ્રના શાહપુરમાં છે. આ સાથે વિવેક એક ફિલ્મમાં કામ કરવા માટે 4 થી 5 કરોડ રૂપિયા ફી લે છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vivek Oberoi (@vivekoberoi)

 

વિવેક ઓબેરોય ઘણાં સામાજિક કાર્યો કરે

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vivek Oberoi (@vivekoberoi)

ફિલ્મો અને વ્યવસાય ઉપરાંત વિવેક ઘણા સોશ્યિલ કામો પણ કરે છે. અભિનેતા ઘણા NGO સાથે પણ જોડાયેલા છે. જેનાથી તે ગરીબ અને નબળા બાળકોને મદદ કરે છે.

 

અંગત જીવન

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vivek Oberoi (@vivekoberoi)

 

વિવેક ઓબેરોયની પત્નીનું નામ પ્રિયંકા આલ્વા છે, તે કર્ણાટકના પૂર્વ નેતા જીવરાજ આલ્વાની પુત્રી છે. પહેલી મુલાકાતમાં જ આ જોડી એકબીજાના પ્રેમમાં પડી ગઈ હતી, ત્યારબાદ આ દંપતી એક સાથે મુંબઈમાં રહે છે. પ્રિયંકા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. આ દંપતીને બે બાળકો છે. તેમના પુત્રનું નામ વિવાન છે, જ્યારે પુત્રીનું નામ અમિયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS