આજે ભારતને ટી-20માં સર્વોપરિતા સાબિત કરવાની તક: ઇંગ્લેન્ડ સામે મોદી સ્ટેડીયમમાં નિણર્યિક મેચ

  • March 20, 2021 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પડકારજનક પરિસ્થિતિમાં ઈંગ્લેન્ડની ટીમને પરાજય આપી આત્મવિશ્ર્વાસથી છલકાઈ રહેલી ભારતની ટીમ આજે અહીં રમાનારી શ્રેણીની નિણર્યિક મેચમાં વિજય મેળવીને ટી-20 વર્લ્ડ કપની દિશામાં વધુ એક મક્કમ પગલું ભરશે.

 


નવા અને ભયમુક્ત અભિગમ સાથે ટી-20 શ્રેણીમાં પ્રવેશનાર ભારતે પાંચમી મેચનું પરિણામ શું હશે તેને અવગણીને આ વરસના અંતે યોજાનારા મેગા ઈવેન્ટ માટે તૈયારી કરી લીધી છે.

 


વિરાટ કોહલીના વડપણ હેઠળની ટીમ અગાઉ તમામ પરિસ્થિતિમાં પ્રતિસ્પર્ધી ટીમ પર વળતો પ્રહાર કરી શકે તેટલી સક્ષમ નહોતી, પરંતુ ઈશાન કિશાન અને સૂર્યકુમારના ટીમમાં પ્રવેશે ટીમને દરેક સંજોગોમાં પ્રતિસ્પર્ધી ટીમને વળતો જવાબ આપવા જેટલી સક્ષમ બનાવી દીધી છે.

 


ત્રીજા ક્રમે બેટિંગમાં આવેલા સૂર્યકુમારની બેટિંગ નિહાળવી એક લ્હાવો હતો અને તેની બેટિંગે કોહલીના ચાહકોને પણ અચંબામાં નાખી દીધા હતા. રાષ્ટ્રીય ટીમને પ્રતિભાશાળી અને હીરા જેવા પાસાદાર ખેલાડીઓ પૂરા પાડવાની આઈપીએલની ક્ષમતાને આ બાબતે સમર્થન આપ્યું છે. આવનારી વન ડે શ્રેણીની ટીમમાં સૂર્યકુમારને સ્થાન આપવામાં આવ્યું તેમાં નવાઈ પામવા જેવું કંઈ નથી.

 


પ્રથમ જ મેચમાં ત્રીજા ક્રમાંક પર બેટિંગમાં ઉતરવું સહેલું નથી. ઈશાન કિશાન અને સૂર્યકુમારે પ્રથમ શ્રેણીમાં તેમના રમત પ્રદર્શનથી દર્શકોના મન પર અમીટ છાપ છોડી હતી. હવે, ટીમમાં હરિયાણાનો ઑલરાઉન્ડર રાહુલ ટેવાટિયા જ એકમાત્ર ખેલાડી છે જેણે પદાર્પણ કરવાનું બાકી છે અને આજે રમાનારી પાંચમી ટી-20થી તે પદાર્પણ કરે તેવી પૂરી શક્યતા છે. આ શ્રેણીનો વધુ એક પ્લસ પોઈન્ટ હાર્દિક પંડ્યા હતો જેણે નિયમિત રીતે બોલિંગ કરી હતી અને ચાર ઑવરમાં 16 રન આપી બે વિકેટ ઝડપી તે ટીમનો સ્ટાર બોલર રહ્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021