તમાકુ– સોપારીના વેપારીને ત્યાંથી ૫૦ લાખની ટેકસ ચોરી ઝડપાઈ: બીજા દિવસે પણ તપાસ ચાલુ

  • May 30, 2020 04:18 PM 658 views

પાન, બીડી, તમાકુ અને સોપારીના જથ્થાબધં વિક્રેતાઓને ત્યાં ગઈકાલે પુરવઠા વિભાગ અને જીએસટી વિભાગ દ્રારા ૨૨ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમાં રૂપિયા ૪૦ થી ૫૦ લાખની ટેકસની ચોરી ઝડપાઈ હોવાનું જિલ્લા કલેકટર રમયા મોહને જણાવ્યું હતું.


કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે ગઈકાલે બપોરથી મોડી સાંજ સુધી તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આજે પણ અમુક દુકાનોએ તપાસ હજુ ચાલુ છે. જીએસટી વિભાગ તરફથી આ અંગેનો અહેવાલ મળ્યા બાદ ટેકસ ચોરી અને અન્ય ગેરરીતિનુ સાચું ચિત્ર મળશે.


તપાસની કામગીરી સાથે જોડાયેલા વર્તુળોના કહેવા મુજબ ગઈકાલે માલની ખરીદી, સ્ટોક રજીસ્ટર, વેચાણ પત્રક વગેરેનો ટાંગામેળ કરવામાં આવ્યો હતો પરંતુ સૌથી મુશ્કેલ કામ જથ્થાબધં વિક્રેતાઓને ત્યાંથી મોટા પ્રમાણમાં મળી આવેલી ચિઠ્ઠીઓના આધારે થયેલા વ્યવહારો શોધી કાઢવાનું બની રહેશે. આમ દુકાન પરની તપાસ પૂરી થયા બાદ ચિઠ્ઠીના આધારે કરવાની થતી તપાસ ચાલુ રહેશે.
આવો જ બીજો મુદ્દો એકસપાયરી ડેટને લગતો છે.લોક ડાઉન ના કારણે અનેક વેપારીઓ પોતાનો માલ વેચી શકતા નથી અને ત્રણ મહિના જેટલો સમય દુકાન બધં રહેતા ઘણો માલ એકસપાયરી ડેટવાળો થઈ ગયો છે. આ તમામ માલનો નાશ કરવામાં આવશે અને એ અંગે સંબંધિત સત્તાવાળાઓનુ ધ્યાન દોરીને આગળની કાર્યવાહી કરાશે.


જથ્થાબધં વિક્રેતાઓ છૂટક વેપારીને માલ આપતા નથી તેવી ફરિયાદ કલેકટરને મળ્યા બાદ દરોડા શ કરવામાં આવ્યા છે.


પરંતુ દરોડાની અને તપાસની કાર્યવાહી પૂરી થયા બાદ સંખ્યાબધં વેપારીઓએ પોતાની દુકાને તાળું મારી દીધું છે.
આ બાબતે કલેકટરનું ધ્યાન દોરતા તેમણે જણાવ્યું હતું કે એજન્સીવાળાઓ એવી દલીલ કરે છે કે તેમની પાસે સિકયુરિટીની પૂરતી વ્યવસ્થા નથી.
છૂટક વેપારીઓ યારે માલ લેવા આવે ત્યારે સોશિયલ ડીસ્ટન્સ સહિતના અનેક પ્રશ્નો સર્જાતા હોય છે આ પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે હાલ દુકાન બધં રાખવામાં આવી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application