ડીપફેકનો સામનો કરવા સરકાર આકરા પાણીએ, બનાવ્યો એક ખાસ પ્લાન, આ રીતે મીનીટોમાં આવી જશે હલ

  • November 25, 2023 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




હાલમાં વધતા જતા સાઈબર ક્રાઈમના કારણે તંત્ર સતત એલર્ટ મોડ પર છે, ઉપરાંત છેલ્લા કેટલાક દિવસમાં વાઈરલ થયેલા બોલીવૂડ અભિનેત્રીઓ અને સારા તેંડુલકરના ફોટો અને વિડીયોના કારણે દરેક લોકો સુધી આ ટૂલ વિષે માહિતી પહોચી છે. જેના પગલે હવે કેન્દ્ર સરકાર ડીપફેકને લઈને એક્શનમાં છે. આનાથી પીડિત લોકોને તે સીધી મદદ કરશે. જો તમારી વિરુદ્ધ કોઈ ખોટી માહિતી, ડીપફેક વિડિયો અથવા ઓડિયો વાઇરલ કરવામાં આવ્યો હોય, તો સરકાર સોશિયલ મીડિયા કંપનીઓ અને કન્ટેન્ટ પોસ્ટ કરનારાઓ સામે પગલાં લેવામાં તમને સમર્થન કરશે. પોસ્ટને હટાવવાથી લઈને એફઆઈઆર નોંધવા સુધી, કન્ટેન્ટ પોસ્ટ કરનાર વ્યક્તિ પર નજર રાખવામાં આવશે. આ માટે તમારે નવો કાયદો આવે તેની રાહ જોવી પડશે નહીં, ત્યાં સુધી સરકાર લોકોને ફરિયાદ કરવા માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ આપશે.


ફરિયાદ પ્લેટફોર્મ પર, યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આઈટી નિયમોના ઉલ્લંઘન વિશે માહિતી આપશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે IT નિયમોના ઉલ્લંઘન માટે ઝીરો ટોલરન્સ છે. IT રાજ્ય મંત્રીએ કહ્યું કે કન્ટેન્ટ કોણે પોસ્ટ કર્યું છે એ બાબતની જાણકારી નહી આપે તો નિયમોના ઉલ્લંઘન બદલ જે પ્લેટફોર્મ પર તે પોસ્ટ કરવામાં આવ્યું હતું તેની સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવશે, તેથી કન્ટેન્ટ પોસ્ટ કરનાર એન્ટિટી સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે.


સોશિયલ મીડિયા પ્લેટફોર્મને IT નિયમો અનુસાર તેમની 'ટર્મ્સ ઑફ યુઝ' અપગ્રેડ કરવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. તેમજ સરકાર યોગ્ય કાર્યવાહી કરવા અધિકારીની નિમણૂક કરશે. ડીપફેકને લઈને સરકારે છેલ્લા સાત દિવસમાં આઈટી અને સોશિયલ મીડિયા કંપનીઓ સાથે બે બેઠકો કરી છે. પહેલા કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવ અને ત્યારબાદ આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આ અંગે કંપનીઓને અલ્ટીમેટમ આપ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડીપફેક અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. નવા કાયદામાં સરકાર ડીપફેકની વ્યાખ્યા કરશે અને ડીપફેક અને સામાન્ય ફૂટેજ વચ્ચે શું તફાવત છે તે નક્કી કરશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application