ધારીના પ્રજાજનોને લોકડાઉનને પૂરતો સહકાર આપવા અનુરોધ

  • October 28, 2020 11:34 AM 

ધારી પોલીસ તેમજ તાલુકાના સમસ્ત સરપંચ તથા સભ્યો દ્વારા પ્રજાજનોને નિવેદન કરવામાં આવ્યું છે કે સાંપ્રત સમયમાં કોરોના જેવી વૈશ્વિક મહામારીએ ભરડો લીધો છે, ત્યારે આપણી તથા આપણા પરિવારની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર તથા સ્થાનિક પ્રશાસન દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરીએ અને આપણી તથા આપણા પરિવાર ની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરીએ.


સરહદો ઉપર લડવું એ તો દેશભક્તિ કે દેશ સેવાનું કામ છે જ પરંતુ સાથે સાથે આવી વૈશ્વિક મહામારીના સમયે સરકાર, ડોક્ટર તથા પોલીસેને પૂરતો સાથ અને સહકાર આપવો એ પણ દેશ સેવાનું જ કામ છે.તમામ લોકો વિનંતી કરવામાં આવી છે કે જેના પણ પરિવારમાં સુરત, મુંબઇ, અમદાવાદ, કે રાજકોટ જેવા અન્ય કોઈ શહેરમાંથી પોતાના સ્વજન કે સગા-વહાલા આવ્યા હોય તો તેમની જાણ નજીકના આરોગ્ય કેન્દ્રમાં કરવી તેમજ તે લોકોને ૧૪ દિવસ માટે ઘરમાં જ રહેવા માટે સલાહ આપો. તમે પણ તેમનાથી સલામત અંતર રાખી સંક્રમિત થવાથી બચી શકો છો. જે બાબતે તમામ સરપંચે તથા સભ્યો એ ગામમાં તકેદારી રાખી અને શેરી કે શેરીમાં માણસો નીકળે નહીં તે અંગે જાહેરાત કરી સમજણ આપવી જોઈએ વડાપ્રધાનના અનુરોધ મુજબ આપણે ૨૧ દિવસ ઘરની બહાર ન નીકળીએ તથા પોલીસેનો સમ્પર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS