બંગાળમાં TMCની હેટ્રિક, બીજેપી 80 બેઠક સુધી પણ ન પહોંચી, શુભેન્દુ અધિકારીને 1200 મતથી હરાવતા મમતા બેનર્જી 

  • May 03, 2021 02:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ બાજી મારી ચુકી છે. રવિવારે સવારથી શરુ થયેલી મતગણતરીમાં આમ તો બપોર સુધીમાં જ સ્પષ્ટ થઈ ચુક્યું હતું કે મમતા બેનર્જીની પાર્ટી જ સરકાર બનાવશે. કારણ કે પાર્ટીએ 200 બેઠકનો આંકડો પાર કરી લીધો હતો. જ્યારે ભાજપ 80 બેઠક સુધી પણ પહોંચી શક્યું નહીં. 

 

 

સાંજ સુધીની મતગણતરીમાં સ્પષ્ટ થઈ ગયું તે સતત ત્રીજીવાર મમતા બેનર્જી બંગાળના મુખ્યમંત્રી બનશે. તેમણે નંદીગ્રામ બેઠક પરથી ભાજપના શુભેન્દુ અધિકારીને ભારે રસાકસી બાદ 1200 મતથી હરાવ્યા છે. નંદીગ્રામ બેઠક પર 16 રાઉન્ટની ગણતરી પુરી થયા સુધીમાં મમતા બેનર્જી 8 હજાર મતોથી આગળ હતા. 

 

 

મમતા બેનર્જીનો ભવ્ય વિજય થતાં ખુદ રક્ષામંત્રી રાજનાથ સિંહે તેમને જીતની અને આગામી કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવી હતી. આ સિવાય દીદીને મુખ્યમંત્રી કેજરીવાલ, તેજસ્વી યાદવ, શરદ પવાર સહિતના દિગ્ગજ નેતાઓએ પણ શુભેચ્છા પાઠવી હતી.   

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021