TMCની ડબલ સેન્ચુરી, નંદીગ્રામમાં મમતા આગળ, ભાજપના કાર્યાલય બહાર ટીએમસી કાર્યકર્તાઓનો હોબાળ

  • May 02, 2021 11:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ હેટ્રીક તરફ આગળ વધી રહી છે. રવિવારે બપોર સુધીમાં મમતા બેનર્જીની પાર્ટીએ 200નો આંકડો પાર કરી લીધો હતો. જ્યારે ભાજપ 90 સીટની અંદર  અટકીને રહી હતી. 

 

 

બપોર સુધીના વલણથી જ સ્પષ્ટ થઈ ચુક્યું છે કે બંગાળમાં ફરી એકવા મમતા બેનર્જીની સરકાર ત્રીજીવાર બનવા જઈ રહી છે. પશ્ચિમ બંગાળની નંદીગ્રામ બેઠક પરથી સવારથી મમતા બેનર્જી પાછળ હતા. પરંતુ બપોર સુધીમાં તેઓ શુભેંદુ અધિકારીથી આગળ નીકળી ગયા હતા. 1.40 સુધીની મત ગણતરી સુધીમાં મમતા 2700 મતોથી આગળ હતા. 

 

 

મતગણતરી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ટીએમસીના સમર્થકો પણ ઉજવણીઓ કરવા લાગ્યા હતા. કલકત્તામાં ટીએમસી અને ભાજપના સમર્થકો આમને સામને આવ્યા હતા. ટીએમસીના કાર્યકરોએ અહીં ભાજપ કાર્યાલય બહાર નારેબાજી કરી હતી. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS