લોકડાઉનમાં ઘરે રહી વધી જતો હોય સ્ટ્રેસ તો આ 4 કામ તમને કરશે ફ્રેશ

  • March 24, 2020 12:32 PM 761 views


 
ભારતમાં કોરોના વાયરસ પીડિતોની સંખ્યા 500થી વધુ થઈ ગઈ છે. આ જીવલેણ વાયરસથી લોકોને બચાવવા માટે સરકારએ લોકડાઉન જાહેર કર્યું છે. તેવામાં લોકોની માનસિક તાણ વધી જતી હોય છે. આ સ્ટ્રેસના કારણે ગુસ્સે થતા લોકો પોતાનો ગુસ્સો પરીવાર પર ઉતારતા હોય છે. જો કે તમે પણ લોકડાઉનથી પરેશાન હોય તો આ 4 કામ તમને સ્ટ્રેસ ફ્રી કરી શકે છે. 

 

વાંચન જેવી પ્રવૃતિ 
જો તમને માનસિક તાણથી મુક્ત થવું હોય તો વાંચન તેના માટે બેસ્ટ એક્ટિવીટી છે. આમ પણ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે કામના ભારણ વચ્ચે વાંચન કે અન્ય શોખ પૂરા કરવા માટે સમય નથી મળતો. તો આ જ સમય છે કે તમે તમારી ઈચ્છા અને શોખને પૂરા કરો.   

 

ઘરમાં કરો વોક
જે લોકો મોર્નિગ વોક કરવા નિયમિત જતા હોય છે તેમના માટે આ સમય કંટાળાજનક બની શકે છે. પરંતુ જરૂરી નથી કે વોક બહાર જ કરી શકાય. તમે તમારી મોર્નિંગ વોક ઘરની અગાસી પર કરી શકો છો અથવા તો યોગ કરી સ્ટ્રેસ દૂર કરી શકો છો.  

 

પરીવાર અને મિત્રો સાથે વાત 
કામની દોડાદોડીમાં જે  લોકો પરીવારને સમય આપી નથી શકતા તેના માટે આ સુવર્ણ તક છે. આ સમયમાં પરીવારના સભ્યો સાથે સમય પસાર કરો અને વાત ચીત કરો. આ ઉપરાંત તમે મિત્રો સાથે પણ ટેલીફોનીક વાત કરી સંપર્ક સાધી શકો છો.   

 

ઊંઘ પૂરી કરો
જે લોકો ઓફિસ જવાના કારણે રોજ ઊંઘ પૂરી કરી શકતા નથી તેઓ આ સમયમાં ભરપૂર ઊંઘ કરી શકે છે.   
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application