કયા ઉપાય કરવાથી ધંધા-વ્યવસાયમાં આવશે બરકત

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વ્યવસાય કરનાર વ્યક્તિઓની સામે વારેવારે વેપાર ધંધા ન ચાલવા ની સમસ્યા ઉપસ્થિત થતી હોય છે, વેપારીઓનો માત્ર એક જ ઈચ્છા  હોય છે કે તેમના વેપારમાં યથાયોગ્ય ઉન્નતિ થાય, વ્યવસાય  ચલાવવા તથા ધનલાભ પ્રાપ્ત કરવા માટે આવશ્યક છે કે કઠોર પરિશ્રમ કરવામાં આવે અને સાથે સાથે નાની-નાની બાબતો હોય છે કે જેના કારણે વેપારમાં લાભ થતો હોય છે.

 

તમે કુશળ વ્યવસાયિક છો,વ્યવસાય ચલાવવાનો અનુભવ પણ તમારી પાસે છે, પરંતુ સારામાં સારા સમયમાં અચાનક સમસ્યા ઉપસ્થિત થઈ જાય છે, તમે તમારો માલ વેચવામાં વ્યવહાર કુશળ પણ છો, પરંતુ વેપારમાં નિરંતર ખોટ આવતી રહે છે. પહેલા ધંધો બરાબર ચાલતો હતો પરંતુ અચાનક તેમાં ખોટ આવવા માંડે છે અને લાભ ની ટકાવારી ઘટવા માંડે છે અને સમસ્યા વિકટ બની જાય છે.

 

તમે વિચારી રહ્યા છો કે તમારા સ્પર્ધકોએ કંઈક કર્યું હશે કદાચ તેના અથવા તો તમારા ગ્રહોની ચાલ બરાબર નથી,  કોઈ લોન લઈને વ્યવસાય કરતા હોય તો તે સમસ્યા પણ તમારી સામે આવીને ઊભી રહે છે. કોઈપણ વેપાર કે પછી વ્યવસાય કરતા લોકો કેટલાક નુસખાઓ અપનાવી લે તો તમામ દોષમાંથી મુક્ત થઈ શકે છે અને વેપારમાં નિરંતર લાભની પ્રાપ્તિ પણ કરી શકે છે, દોષની  સમાપ્તિ બાદ વ્યવસાય પહેલા જેવો જ સરસ ચાલવા લાગશે.

 

દરેક મંગળવારે પીપળાના 11 પાન લો અને લાલ ચંદનથી દરેક પાન પર રામ રામ લખો અને આ પાંદડાં હનુમાનજીને મંદિરમાં ચડાવો.

 

સોમવારે 11 બીલીપત્ર તથા તેના પર કેસરથી ઓમ નમઃ શિવાય લખી અને ભગવાન શંકર સમક્ષ મંત્ર બોલતા બોલતા ચઢાવો અને તમામ વ્યાવસાયિક મુશ્કેલીથી છુટકારો મેળવી શકશો આવું સોળ સોમવાર સુધી કરવાનું છે. આ મંત્ર છે...

"ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રમ ચાર ત્રયાયુદ્ધમ, ત્રિજન્મ પાપ સંહારં બિલ્વ શિવાર્પણમ."

 

વેપારમાં માલ ખરીદતી વખતે નીકળતા પહેલા 21 રૂપિયા કોઈ ગુપ્ત સ્થાન પર રાખીને જાવો પરત આવીને તે અલગ રાખેલા 21 રૂપિયાનું કોઈ સાધુ ફકીર કે પંડિતને ખાવાનું ખવડાવી દો.

 

કપૂર  અને કંકુનો મિશ્ર કરી અને દિવાળીના દિવસે તેને કાગળમાં બાંધી અને એક પડીકું વાળી લો એ પડીકુ પોતાના ગલામાં રાખો માન્યતા છે કે વેપાર પર નજર દોષ હોય તો તે નષ્ટ થઈ જાય છે.

 

દુકાન પર પ્રથમ ગ્રાહક આવે તો તેને કયારેય પરત ન જવા દો પછી ભલે તમે સફાઈ પૂજા વગેરે કેમ ન કરી રહ્યા હોય પેલા ગ્રાહકને જરૂર કઈ સામાન આપો ભલે પેલો ગ્રાહક લાભ કરાવે કે નહીં પરંતુ એવો પ્રયાસ કરો કે તેને ખાલી હાથે જવા ન દેવામાં આવે.

 

દુકાનના પ્રતિષ્ઠાન માં તેમજ દિપક તથા અગરબત્તી પ્રજ્વલિત કરવા જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS