કોરોનાની રસીનો એક ડોઝ લીધા પછી બીજો ડોઝ મળશે 2 મહિના બાદ, કેન્દ્ર સરકારના નિર્દેશ

  • March 22, 2021 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોના વાયરસ વિરુદ્ધ દેશભરમાં સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. તેવામાં સોમવારે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારોને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે. સરકારના જણાવ્યાનુસાર હવે કોવિશીલ્ડ વેકસીનના પહેલા ડોઝ અને બીજા ડોઝ વચ્ચે 28 દિવસનો નહીં પરંતુ બે મહિનાનો સમય રાખવામાં આવશે. 

 

 

કેન્દ્રના નિર્દેશ અનુસાર કોવિશીલ્ડનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવામાં ઓછામાં ઓછું 6થી 8 મહિનાનું અંતર રાખવું જોઈએ. હાલના સમયમાં બે ડોઝ વચ્ચે 28 દિવસનું અંતર રાખવામાં આવે છે. એટલે કે 1 મહિનામાં રસીના બે ડોઝ આપવામાં આવતાં પરંતુ હવે બે ડોઝ બે મહિનામાં પૂર્ણ થશે. 

 

 

કેન્દ્ર સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે એનટીએજીઆઈ અને વેક્સીનેશન એક્સપર્ટ ગૃપની રિસર્ચ અનુસાર આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પર રાજ્ય સરકારોએ અમલ કરવો જોઈએ. દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે જો કોરોનાની રસીના બે ડોઝ વચ્ચે 6થી 8 મહિનાનું અંતર રાખવામાં આવે તો તે વધુ લાભકારક સાબિત થશે. 

 

 

જણાવી દઈએ કે કોવિશીલ્ડ વેકસીન પૂણેની સીરમ ઈંસ્ટીટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. ભારતમાં હાલ સૌથી વધુ ઉપયોગમાં આ રસી જ લેવામાં આવે છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS