TikTokમાં પત્નીએ કર્યા એવા કાંડ કે પતિએ માંગવા પડ્યા છૂટાછેડા

  • January 27, 2020 04:30 PM 180 views

ટિકટોક એપનો ક્રેઝ કેટલો છે તે તો સૌ કોઈ જાણે જ છે. જો કે આ ક્રેઝ દંપતિ વચ્ચે છૂટાછેડાનું પણ કારણ બનવા લાગ્યું છે. તાજેતરમાં જ ગાઝિયાબાદની એક ઘટના સામે આવી છે જેમાં પતિએ પત્ની પાસેથી ટિકટોકના કારણે છૂટાછેડા માંગ્યા છે. 


યુવકનું કહેવું છે કે તેની પત્નીને ટિકટોકનું એવું ઘેલું લાગ્યું છે કે તેના પરીવારને પણ ઈન્વોલ કરી રહી છે. ટિકટોકના કારણે ઘરનું કામ પણ પ્રભાવિત થાય છે. આ સાથે જ તેના ઘરની શાંતિનો ભંગ થઈ રહ્યો છે. તેની પત્નીની આ લતના કારણે  તેમની વચ્ચે ઝઘડા થાય છે. એટલા માટે તે છૂટાછેડા લેવા ઈચ્છે છે.  ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ એવા અનેક કિસ્સા બન્યા છે જેમાં સોશિયલ મીડિયાના કારણે લોકોનું અંગત જીવન પ્રભાવિત થયું હોય અને વાત છૂટાછેડા સુધી પહોંચી હોય.