ટિકટોક સ્ટારે ફૈઝલ સિદ્દીકીનું અકાઉન્ટ બૈન, એસિડ એટૈકનો બનાવ્યો હતો વીડિયો

  • May 20, 2020 11:03 AM 860 views

 

ટિકટોક એપ એટલી ફેમસ થઈ ગઈ છે કે દરેક લોકોને સ્ટાર બનવાની ઈચ્છા થવા લાગી છે. સ્ટાર બનવાની ઈચ્છામાં લોકો વિવાદિત વીડિયો પણ અપલોડ કરી દે છે. જે તેમને ભારે પડી જાય છે. આવું જ કંઈક થયું છે ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકી સાથે.  તેણે એક વીડિયોમાં એસિડ એટેક કર્યાનો અભિનય કર્યો હતો. આ વીડિયો આવ્યા બાદ વિવાદ શરુ થયો અને પરીણામ એ આવ્યું કે ફૈઝલના ટિકટોક અકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. 

 

ફૈઝલ ​​સિદ્દીકીના ટિકટોક પર 13.4 મિલિયન ફોલોઅર્સ છે. એસિડ એટેકનો વીડિયો અપલોડ થયા પછી લોકોએ તેમનો વિરોધ શરૂ કર્યો. હકીકતમાં, તેણે પોસ્ટ કરેલા વીડિયોમાં તે એક યુવતીના ચહેરા પર એસિડ ફેંકતો જોવા મળે છે.  ટિકટોકના પ્રવક્તાએ કહ્યું કે અમે વિડિયો દૂર કર્યો છે સાથે જ એકાઉન્ટને પણ સસ્પેન્ડ કર્યું છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application