તિહાર જેલમાં ગેંગસ્ટર તિલ્લુ તાજપુરિયાની હત્યાના CCTV વાયરલ

  • May 05, 2023 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશની સૌથી સુરક્ષિત જેલો પૈકીની એક તિહાર જેલના ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં બંધ ગેંગસ્ટર તિલ્લુ તાજપુરિયાની 2 મેની સવારે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. દુશ્મન ગોગી ગેંગના લોકોએ ટિલ્લુની હત્યા કરી હતી. ત્યારબાદ હવે દિલ્હીની તિહાર જેલમાંથી ટિલ્લુ તાજપુરિયાની હત્યાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે.


ટિલ્લુની હત્યા કુખ્યાત ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીની હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવી છે. ગોગી ગેંગના સભ્યો યોગેશ ટુંડા, દીપક તેતર, રાજેશ અને રિયાઝ ખાને ટિલ્લુના શરીર પર સોય જેવા તીક્ષ્ણ હથિયારોથી લગભગ 100 વાર હુમલો અને 40 ઘા માર્યા હતા. હત્યાના CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટિલ્લુને ઘેરીને એક પછી એક હુમલો કરવામાં આવ્યો હતો.



વીડિયોમાં કેટલાક બદમાશો તાજપુરિયાના માથા, પીઠ, ખભા અને ગરદન પર હુમલો કરતા જોવા મળે છે. હુમલો કરતા પહેલા બદમાશોએ તેને પકડી લીધો અને સેલની બહાર ખેંચી ગયા. પોલીસના જણાવ્યા અનુસાર ગોગી ગેંગના હુમલાખોરો જેલના બીજા માળેથી નીચે ઉતર્યા હતા અને જ્યાં તાજપુરિયા બંધ હતા ત્યાં પહોંચ્યા હતા. ફૂટેજમાં જોઈ શકાય છે કે બે હુમલાખોરો ચાદરની મદદથી ઉપરના માળેથી નીચે ઉતરતા જોવા મળે છે.


જેલની અંદર ગોગી ગેંગના આ હુમલાને 2021માં જીતેન્દ્ર ગોગીની હત્યાનો બદલો ગણાવવામાં આવી રહ્યો છે. તાજપુરિયા ગેંગના બે લોકોએ સપ્ટેમ્બર 2021માં દિલ્હીની રોહિણી કોર્ટમાં વકીલના સ્વાંગમાં ગોગીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.


અહીં, તિહારની સુરક્ષા પર સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે એક મહિનામાં તિહાર જેલમાં હિંસા અને ગેંગ દુશ્મનાવટનો આ બીજો મામલો છે.ગયા મહિને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી પ્રિન્સ તેવટિયાની જેલમાં હત્યા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application