જામનગર જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકોની ટીફીન બેઠકો યોજાઈ : કાર્યકરોમાં ઉત્સાહ 

  • July 17, 2023 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકોની ટીફીન બેઠકો યોજાઈ : કાર્યકરોમાં ઉત્સાહ 

૭૭ માં રમેશભાઈ મુંગરા તથા રાઘવજીભાઈ પટેલ, ધરમશીભાઈ ચનીયારા, ૮૦ માં પૂનમબેન માડમ તથા ચીમનભાઈ શાપરીયા, ૭૬ માં મેઘજીભાઈ ચાવડાની ઉપસ્થિતિ 



ભારતના વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર દ્વારા ચાલતી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વિશે વિશેષ જનસંપર્ક તેમજ કાર્યકરો અને હોદેદારો સાથે સંકલનના હેતુ સહ ગુજરાતની તમામે તમામ ૧૮૨ વિધાનસભામાં એકી સાથે ટીફીન બેઠકોનું આયોજન પ્રદેશ સંગઠન દ્વારા કરવામાં આવેલ, જે અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકોમાં પણ ટીફીન બેઠકોનું આયોજન સફળ રહેલ. 



૭૭-જામનગર (ગ્રામ્ય) વિધાનસભાની બેઠક જામનગર તાલુકાના ફલ્લા ખાતે યોજાયેલ જેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા ઉપરાંત કેબીનેટ મંત્રી અને વિસ્તારના ધારાસભ્ય  રાધવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લાના હોદેદારો, મંડલના પ્રમુખ મહામંત્રીઓ, સંગઠનના કાર્યકર્તાઓ જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહેલ. ૮૦-જામજોધપુર વિધાનસભાની બેઠક પીપર ગામે મળેલ. આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેબીનેટ મંત્રી ચીમનભાઈ શાપરીયા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, મંડલના પ્રમુખ મહામંત્રી તથા હોદેદારો, જિલ્લાના હોદેદારો, નગરપાલિકા, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેલ... 



૭૬-કાલાવડ વિધાનસભાની બેઠક શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે મળેલ જેમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મહામંત્રી અભિષેક પટવા, તાલુકા તથા શહેરી મંડલના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો, જિલ્લા હોદ્દેદારો સહિત જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહેલ. 


તમામ બેઠકોમાં અનેક સંગઠનાત્મક મુદ્દાપર ચર્ચાઓ ઉપરાંત સૌએ સાથે સુરૂચિ ભોજન ગ્રહણ કરેલ અને ઉપસ્થિત સર્વે કાર્યકરો નવી ઉર્જા અને ઉમંગ સાથે આવનારા સમયમાં લોકકલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડવા કટીબધ્ધ બન્યા હોવાનું જિલ્લાના તમામ અગ્રણીઓએ અખબારી યાદીમાં જણાવેલ છે તેમ જિલ્લા મીડીયા સેલના કન્વીનર નરેન્દ્રસિંહ પરમાર તથા સહકન્વીનર બાવનજીભાઈ સંઘાણીની અખબારી યાદીમાં જણાવાયું છે...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application