જામનગર: લાલપુરમાં ખેડૂતનું અપહરણ કરી ઝાડ સાથે બાંધી માર માર્યા
લાલપુર તાલુકાના આરીખાણા ગામના ખેડૂત હરેશભાઈ નારણભાઈ સોજીત્રાએ ચાર શખ્સો સામે અપહરણ, મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવી છે. હાલ ઇજાગ્રસ્ત ખેડૂત જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ફરિયાદ મુજબ તા. ૪ જુલાઈના રોજ બપોરે ફોન આવતા તેઓને વાડીએ બોલાવવામાં આવ્યા હતા. ત્યાં મેમાણા ગામના બળદેવસિંહ, ઋતુભા અને સુખુભા હાજર હતા. દરમ્યાનમાં બળદેવસિંહે ગેરકાયદે રેતી ખનન અંગે ખાણ-ખનીજ વિભાગને બાતમી આપવાનો આરોપ મૂકી તેમનો મોબાઇલ તપાસ્યો હતો. ત્યારબાદ બળજબરીપૂર્વક ફોરવ્હીલ ગાડીમાં બેસાડી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.
ફરિયાદીને અન્ય એક વાડીમાં લઈ જઈ ઝાડ સાથે ઊંધા બાંધી પાઇપ અને એરગનના બટ વડે માર મારવામાં આવ્યો હતો દરમ્યાન મુંઢ ઇજાઓ પહોાડી હતી. તેમજ અમારા વિરુઘ્ધમાં ફરીયાદ કરીશ કે સારવારમાં જઇશ તો જાનથી પતાવી દેશુ એવી ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી દરમ્યાનમાં ફરીયાદીને છોડી દીધી હતો આથી તેઓએ સારવાર લીધી હતી.
હરેશભાઇ દ્વારા ગઇકાલે લાલપુર પોલીસ સ્ટેશનમાં બળદેવસિંહ મેમાાણા, સુખુભા, ઋતુભા તથા બળદેવસિંહનો દિકરાની વિરુઘ્ધ ફરીયાદ કરતા પીએસઆઇ ગોહિલ તપાસ ચલાવી રહયા છે.