વિમાનમાં મુસાફરી કરતા સમયે સાથે સામાન નહીં હોય તો ટિકિટનું ભાડું ઓછું

  • February 27, 2021 12:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકે આ અંગે સરર્ક્યુલર બહાર પાડ્યો: મુસાફરી દરમિયાન વિમાન કંપ્ની તરફથી અપાતી ઘણી સેવાઓની પેસેન્જરોને જર હોતી નથી

વિમાનમાં મુસાફરી કરનારા લોકો જો હવે સાથે સામાન નહીં લઈને જાય તો તેમને ટિકિટમાં સ્પેશ્યલ રાહત મળશે. મતલબ કે આવા મુસાફરો અન્ય લોકોથી સસ્તા ભાડામાં વિમાનમાં મુસાફરી કરવાનો આનંદ માણી શકશે. જોકે તમે કેબિન બેગને સાથે રાખી શકો છો.

 


નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકે આ અંગે સર્ક્યુલર જાહેર કર્યું હતું. જેમાં જણાવાયું હતું કે જે પેસેન્જરો બેગેજ વગર હવાઈ મુસાફરી કરશે, તેમને વિમાન કંપ્ની તરફથી ટિકિટની કિંમતમાં રાહત આપવામાં આવશે.

 


ડીજીસીએ તરફથી જાહેર કરાયેલા સર્ક્યુલરમાં કહેવાયુ છે કે ફીડબેકના આધારે એવું માલુમ પડ્યું છે કે મુસાફરી દરમિયાન વિમાન કંપ્ની તરફથી જે સેવાઓ આપવામાં આવે છે, તે પૈકીની ઘણી સેવાઓની અનેક વખત પેસેન્જરોને જરૂર હોતી નથી. આથી સરકારે નક્કી કર્યું છે કે તે સેવાઓને અલગ કરી દેવામાં આવે અને મુસાફરોને ટિકિટ બૂક કરતા સમયે આ સુવિધા લેવાનો વિકલ્પ આપવામાં આવે.

 


આ રીતે હવે એરલાઈન્સ દ્વારા વિવિધ સેવાઓ માટે જે ચાર્જ લેવામાં આવે છે તે તમામ પેસેન્જરને જ જે સેવા જોઈતી હશે તે ટિકિટ લેતી વખતે તેણે દશર્વિવાની રહેશે અને તે મુજબ, તેનો ચાર્જ રહેશે, તેવી વ્યવસ્થા ગોઠવાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS