ભાજપ સિવાયના રાજકિય પક્ષોના આગેવાનો સાથે કોંગ્રેસની બેઠકોનો ધમધમાટ

  • June 19, 2021 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એનસીપી અને બીટીપીના નેતાઓ અને શંકરસિંહ સાથેની ભરતસિંહ સોલંકીની મિટિંગથી રાજકારણમાં ભારે ચર્ચા

 આગામી ૨૦૨૨માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોમાં ગરમાવો આવતો જાય છે. ભાજપ તબક્કાવાર બેઠકો યોજીને વધુમાં વધુ બેઠકો અંકે કરવા માટે કવાયત હાથધરી છે. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોંલકી એક પછી એક રાજકીય પક્ષોના પ્રાદેશિક નેતાઓ સાથે બેઠક યોજીને સાંઠગાંઠ શ કરી દીધી છે. આગામી વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં કોંગ્રેસ વધુને વધુ બેઠકો મેળવે તે દિશામાં પ્રયાસો શ કરવામાં આવ્યા હોવાનું રાજકીય તજજ્ઞો માની રહ્યા છે.

 


 થોડાં દિવસ પહેલાં જ નેશનલ કોંગ્રેસ પાર્ટી એનસીપીના પ્રદેશ પ્રમુખ જયતં બોસ્કી ( પટેલ ) બાદ આજે ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય મહેશ વસાવા સાથે બેઠક યોજાતાં જ ચર્ચાનો દોર શ થઇ ગયો છે. ત્યાં સુધી કે એઆઇએમઆઇએમ તથા બીટીપી વચ્ચે ભંગાણ પડયું છે અને બીટીપીનું કોંગ્રેસ સાથે જોડાણ થઇ રહ્યું છે. તેવા સંકેતો મળી રહ્યા છે.

 


ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકોની ૨૦૨૨માં ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીઓને લઇને તમામ રાજકીય પક્ષોએ કવાયત હાથધરી દીધી છે. ભાજપની સાથે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની તમામ બેઠકો પરથી ઉમેદવારો ઊભા રાખવાની તાજેતરમાં જ આપના રાષ્ટ્ર્રીય સંયોજક સુપ્રિમો અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી. ત્યારે અસ્તિત્વ સામે લડી રહેલી કોંગ્રેસે પણ વિખૂટા પડેલાં પક્ષોની સાથે પુન જોડાણ કરીને પોતાની સ્થિતિ મજબૂત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.

 


 કોંગ્રેસમાંથી વિખૂટા પડેલાં શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં જોડાય તેવી વાતો વહેતી થઇ છે. આ વચ્ચે તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસીંહ સોંલકી અને નેશનલ કોંગ્રેસ પાર્ટી ( એન.સી.પી. )ના પ્રદેશ પ્રમુખ જયતં પટેલ ( બોસ્કી ) વચ્ચે ગુરાહે બેઠક યોજાઇ હતી. ત્યાં વળી આજે ભારતીય ટ્રાયબલ પાર્ટી ( બી.ટી.પી.)ના ધારાસભ્ય મહેશ વસાવા વચ્ચે બેઠક યોજાતાં તરેહ–તરેહની ચર્ચાઓ શ થઇ જવા પામી છે.

 


 આ અંગે કોંગ્રેસના ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ ભરતસીંહ સોંલકીએ બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાને મળ્યા હતા તેમણે પણ પોતાની લાગણી વ્યકત કરી હતી. રાજસ્થાનમાં પણ બીટીપી કોંગ્રેસને ટેકો આપ્યો હતો. તેમના બે ધારાસભ્યો છે. ૨૦૧૭માં પણ અમે સાથે ચૂંટણી લડયા હતા. બે ધારાસભ્યો બીટીપીના ચૂંટાયા હતા.

 

રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા પંચાયતના પ્રમુખની બાબતમાં રાજકીય મતભેદના કારણે બીટીપીએ ટેકો પાછો ખેંચો લીધો હતો. તેની સાથે અહીંયા પણ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં સમર્થન આપવાના બદલે એઆઇએમઆઇએમ સાથે ગઠબંધન કયુ હતુ. કદાચ હવે તેમને એવું લાગ્યું હોય કે ભાજપ એક કટ્ટરતાવાદી પાર્ટી છે તે જ રીતે એઆઇએમઆઇએમ પણ કટ્ટરતાવાદી પાર્ટી છે તેનો અનુભવ તેમને થયો. તેના ભાગપે તેમને એવું લાગ્યું એઆઇએમઆઇએમ સાથે બેસવાથી લાભના બદલે નુકસાન થયું છે. જે પ્રજાહિતમાં ન હતું. તેવું ફીલ કર્યા પછી તેમણે જે લાગણી વ્યકત કરી હતી કે, કોંગ્રેસ સાથે બેસીને ફરીથી કામ કરી શકાય તેવી તેમણે મનની ઇચ્છા વ્યકત કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS