રામ મંદિર ચુકાદો આપનાર નિવૃત્ત જજના ઘર બહાર બોમ્બ ફેંક્યા

  • August 25, 2021 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રામ મંદિર ના કેસમાં ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અશોક ભૂષણના પ્રયાગરાજ ખાતે આવેલા પૈતૃક મકાન ની બહાર બોમ્બ ધડાકા કરવામાં આવ્યા હતા અને મોટા ધડાકાના અવાજ સાંભળવા મળ્યા હતા. જોકે સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી કે કોઈ ઘાયલ થયા નથી.

 

પોલીસના જણાવ્યા મુજબ સોમવારે સાંજના સમયે નિવૃત્ત ન્યાયાધીશ ના ઘરની બહાર એક પછી એક બે બોમ્બ ધડાકા થયા હતા અને બોમ્બ ફેંકીને બદમાશો ફરાર થઈ ગયા હતા. અવાજ સાંભળીને ન્યાયાધીશ જ્યારે બહાર નીકળ્યા ત્યારે બાઇક પર બદમાશો ભાગી ગયા હતા.

 

પ્રયાગરાજ ના આઈ જી કેપી સિંહના જણાવ્યા મુજબ આ બારામા કેસ નોંધવામાં આવ્યો છે અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાઈક અને વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરનારા આરોપીઓની ઓળખ પણ કરી લેવામાં આવી છે.

 

નિવૃત્ત ન્યાયાધીશ ના મકાન ની સામે ચાની દુકાન આવેલી છે અને દુકાનદારને આરોપીઓ સાથે પારિવારિક વિવાદ ચાલી રહ્યો છે અને તેના અનુસંધાનમાં આરોપીઓએ ચા વાળાને ધમકાવવા માટે વિસ્ફોટક ફેંકીને દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો છે તેમ રેન્જ આઇજીએ જણાવ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021